Jagdish, Khabri Media Gujarat
Passport verification Easy : પાસપોર્ટ (Passport) અરજદારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં હવે પાસપોર્ટ કઢાવવા ઈચ્છતા લોકો માટે વેરિફિકેશન (verification) પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. જી હા કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં પાસપોર્ટ વેરિફિકેશન (Passport verification) પ્રક્રિયાને સરળ કરવા જણાવાયું છે.
આ પણ વાંચો : પરિક્રમાર્થીઓને નહિ પડે મુશ્કેલી, તંત્રએ કરી જોરદાર તૈયારી
આ પરિપત્ર મુજબ પાસપોર્ટ અરજદારોને હવે વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશને રૂબરુ નહિ બોલાવાય. આ સિવાય પરિપત્રમાં જણાવાયું છે, કે પાસપોર્ટ અરજદારોના વેરિફિકેશન માટે ફક્ત અરજદારની નાગરિકા તેમજ અરજદારના ગુનાહિત પૂર્વ ઈતિહાસની ચકાસણી કરાશે. પોલીસે હવે પાસપોર્ટ અરજદારોના સરનામાની ચકાસણી કે રૂબરૂ મળી સહી લેવાની જરૂરિયાત રહેશે નહિ. જો કોઈક કિસ્સામાં જરૂર પડે તો જ પોલીસ અરજદારના ઘરે જશે.
આ પણ વાંચો : Vishakhapatnam : સ્કુલ રિક્ષા અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, જુઓ CCTV
પોલીસ મહાનિર્દેશકના આ પરિપત્રથી પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન ખાતે વેરિફિકેશન માટે જવું પડતુ હતુ. ત્યારે પાસપોર્ટ વેરિફિકેશનના સરળીકરણથી અરજદારોને મોટો ફાયદો થશે.