Nitin Gadkari Health : મહારાષ્ટ્રના યવતમાલમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી રાજશ્રી પાટિલ માટે પ્રચાર કરી રહ્યા હતા. તે દરમિયાન મંચ પરથી ભાષણ આપતી વખતે તેઓ બેભાન થઈ ઢળી પડ્યાં હતા.
આ પણ વાંચો – IPLનો આ નિયમ ખતમ કરી રહ્યો છે ઓલરાઉન્ડરની કારકિર્દી
Nitin Gadkari Health : મહારાષ્ટ્રના યવતમાનમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બેભાન થઈ મંચ પર ઢળી પડ્યાં હતા. સુગર લેવલ ઓછુ થવાથી તેની તબિયત લથડી હતી. ભાષણ દરમિયાન ગડકરીને ચક્કર આવ્યાં અને તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યાં હતા. હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે. એનડીએના ઉમેદવાર રાજશ્રી પાટિલ માટે ચૂંટણી પ્રચાર માટે નીતિન ગડકરી યવતમાલ પહોંચ્યા હતા. જો કે પ્રચાર દરમિયાન તેઓની તબિયત લથડી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
તેઓ ભાષણ આપી રહ્યાં હતા તે દરમિયાન તેઓને ચક્કર આવ્યાં અને મંચ પર ઢળી પડ્યા. નીતિન ગડકરીની તબિયત લથડતા મંચ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટેજ પર ઉપસ્થિત લોકોએ કેન્દ્રીય મંત્રીને સંભાળ્યા હતા. બનાવનો વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે મંચ પર ઉપસ્થિત લોકો અને તેના સુરક્ષાકર્મીઓ ગડકરીને સંભાળી રહ્યા છે.
બુધવારે (24 એપ્રિલ) પુસદમાં શિવાજી ગ્રાઉન્ડમાં ઉમેદવાર રાજશ્રી પાટિલના પક્ષમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેવા નીતિન ગડકરી સ્ટેજ પર ભાષણ આપવા ઉઠ્યા કે તરત તેને ચક્કર આવવા લાગ્યા હતા. થોડી વાર આરામ કર્યા બાદ ગડકરીએ ફરી પોતાનું ભાષણ શરૂ કર્યું હતુ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
નિતિન ગડકરીને થોડી મિનિટો માટે સ્ટેજની પાછળ લઈ જવામાં આવ્યાં હતા. થોડી મિનિટો વિરામ બાદ ગડકરીએ પુસદમાં સભાને ફરી સંબોધવાનું શરૂ કર્યું હતુ. મહત્વનું છે કે નિતિન ગડકરી વિદર્ભમાં એનડીએના ઉમેદવારો માટે આજે 3 અલગ અલગ સભાઓને સંબોધિત કરી રહ્યાં છે. પુસદની સભા બુધવારે તેની બીજી સભા હતી.
ઉલ્લેખનીય છે, કે ગરમીના કારણે વિદર્ભમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. નાગપુરમાં નીતિન ગડકરીના કાર્યાલય અનુસાર કેન્દ્રીય મંત્રી હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય છે. તે પોતાની ત્રીજી પૂર્વ નિર્ધારિત સભાને સંબોધિત કરશે.