બિહારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બીજેપી અને જેડીયુ સાથે મળીને ફરી સરકાર બનાવી શકે છે. શપથ ગ્રહણ સમારોહ 28 જાન્યુઆરીએ રાજભવન ખાતે યોજાઈ શકે છે. નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
બિહારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બીજેપી અને જેડીયુ સાથે મળીને ફરી સરકાર બનાવી શકે છે. શપથ ગ્રહણ સમારોહ 28 જાન્યુઆરીએ રાજભવન ખાતે યોજાઈ શકે છે. નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.
સૂત્રોનું માનીએ તો નીતિશ કુમાર આગામી 24 કલાકમાં રાજીનામું આપી શકે છે અને ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવી શકે છે. આ સ્થિતિમાં સુશીલ મોદી ફરી એકવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે તેવું સૂત્રોનું કહેવું છે.
આ પણ વાંચો : Junagadh : પોલીસ જવાનોના દિલધડક કરતબો, પ્રજાજનો મંત્રમુગ્ધ
અહીં પટના અને દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. રાજધાની પટનામાં ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને આજે હાજર રહેવા કહ્યું છે. ભાજપ હાઈકમાન્ડ સાંજે 4 વાગે ભાજપના સહયોગી પક્ષો સાથે બેઠક કરશે તેવા અહેવાલ છે. લાલુ યાદવ પોતાના નજીકના નેતાઓ સાથે પણ બેઠક કરી શકે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ સાથે એવી માહિતી પણ આવી રહી છે કે ભાજપનો એક વર્ગ ઈચ્છે છે કે મુખ્યમંત્રી તેમની પાર્ટીના જ હોય. જો કે, આ અંગેની તમામ બાબતો દિલ્હીની ટોચની નેતાગીરી જમીનની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરશે. વાસ્તવમાં ભાજપ માટે લોકસભાની ચૂંટણી પ્રાથમિકતા પર છે. આ સાથે જ ભાજપ એવું પણ ઈચ્છે છે કે લોકસભાની ચૂંટણીના ચાર-પાંચ મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજવી જોઈએ. આ સંદર્ભમાં ભાજપ નીતિશ કુમારને સન્માનજનક એક્ઝિટ આપી શકે છે.