અફઘાનિસ્તાનમાં સત્તા પર કબજો જમાવનાર તાલિબાન ચિત્રાલ નદી પર ડેમ કે બંધ બાંધવા માંગે છે. તાલિબાન સરકારે જાહેરાત કરી છે કે બંધને બનાવવામાં ભારતીય કંપનીની મદદ લેવામાં આવી રહી છે. ડેમના નિર્માણથી 45 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે અને 34000 હેક્ટર વિસ્તારને સિંચાઈ કરી શકાશે. આ જાહેરાત બાદ પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે.
આ પણ વાંચો: કુસ્તી સંઘ રદ્દ : જાણો, ધરણાંથી લઈ અત્યાર સુધીનો ઘટનાક્રમ
બલૂચિસ્તાનના સૂચના પ્રધાન જોન અચકઝાઈએ ચેતવણી આપી છે કે જો તાલિબાન પાકિસ્તાનને સામેલ કર્યા વિના આ બંધ લાદવાની તરફ આગળ વધે છે, તો તેને બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ કરવાની દિશામાં પ્રથમ પગલા તરીકે જોવામાં આવશે. પાકિસ્તાનની આ ધમકીનું મુખ્ય કારણ એ છે કે જો તાલિબાન આ યોજનામાં સફળ થશે તો ખૈબર પખ્તુનખ્વાના 20 લાખ લોકોને પાણી મળવું મુશ્કેલ થઈ જશે.
કુનારને ચિત્રાલ નદીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નદી 480 કિલોમીટર લાંબી નદી છે. આ નદી ખેબર પખ્તુનખ્વાથી નીકળીને ઉત્તરીય પાકિસ્તાન અને પૂર્વીય અફઘાનિસ્તાનથી પસાર થઇને આગળ વધે છે. તેનુ સ્ત્રોત હિન્દુ કુશ પર્વતના દક્ષિણમાં સ્થિત છે. દક્ષિણ તરફ વહેતી નદી આખરે અફઘાનિસ્તાનના નંગરહાર રાજ્યમાં જઇને કાબુલ નદીમાં મળી જાય છે. આ નદી ખેબર ખીણની નજીક જલાલાબાદથી ફરી પાકિસ્તાનમાં વહે છે. કુનાર નદી કાબુલ નદીની સહાયક નદી છે. કાબુલ નદી પોતે સિન્ધુ નદીની સહાયક નદી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ધમકીઃ પાકિસ્તાન કુનારની દિશા બદલી શકે છે
એક જળ નિષ્ણાતે કહ્યું છે કે પાકિસ્તાન કુનાર નદીની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે. કાબુલ નદીનો કુલ પ્રવાહ 21000 મિલિયન ક્યુબિક મીટર છે. કાબુલ નદીમાં મળેલ કુનાર 15000 મિલિયન ક્યુબિક મીટર પાણી લાવે છે, તે પાકિસ્તાનમાંથી નીકળે છે. કુનારના પ્રવાહને ઢેબરમાં પંજકોરોના નદી તરફ વાળવામાં આવી શકે છે.