NEET UG 2024: નીટ યુજીની પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારો ધ્યાન આપો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નીટ યુઝી માટે એપ્લિકેશન કરેક્શન વિન્ડો આજ એટલે કે 18 માર્ચથી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો – Electoral Bond Case : CJIની SBIને ફટકાર, કહ્યું…
NEET UG પરીક્ષામાં બેસવા માટે અરજી કરતા ઉમેદવારોએ અહીં ધ્યાન આપો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આજે એટલે કે 18 માર્ચે NEET UG (NEET UG 2024) માટે અરજી કરેક્શન વિન્ડો ખોલી છે. તમામ ઉમેદવારો કે જેઓ તેમની અરજીમાં સુધારો કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ exams.nta.ac.in/NEET ની મુલાકાત લઈને વિગતોનોમાં સુધારો કરી શકે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ક્યાં સુધી કરી શકાશે અરજીમાં સુધારો?
સત્તાવાર શેડ્યૂલ મુજબ અરજીમાં સુધારા કરવાની છેલ્લી તારીખ 20 માર્ચ, 2024 છે. એટલે કે સુધારણા વિન્ડો 20મી માર્ચે બંધ કરવામાં આવશે, અરજીમાં સુધારા કરવા માંગતા ઉમેદવારોએ આ તારીખ સુધી ફેરફારો કરી લેવા જોઈએ. ઉમેદવારો નીચે આપેલા સ્ટેપને અનુસરીને તેમની અરજીમાં સુધારો કરી શકશે.
NEET UG 2024 એપ્લિકેશનમાં સુધારો કેવી રીતે કરવો
ઉમેદવારો પહેલા અધિકૃત વેબસાઇટ Exams.nta.ac.in/NEET પર જાઓ.
આ પછી ઉમેદવારોની લૉગિન લિંક પર ક્લિક કરો.
પછી તમારા લૉગિન ઓળખપત્રો દાખલ કરો.
ત્યાર બાદ તમારી NEET 2024 એપ્લિકેશનમાં વિગતોને સંપાદિત કરો.
ત્યાર પછી ફેરફારો સેવ કરો અને જો હોય તો વધારાની ફીની ચૂકવણી કરો.
છેલ્લે તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NEET UG 2024માં અત્યાર સુધી 25 લાખથી વધુ રજિસ્ટ્રેશન થયું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પરીક્ષામાં 4.2 લાખ અરજીઓમાં વધારો થયો છે. જ્યારે કુલ રજસ્ટ્રેશનમાંથી 13 લાખ મહિલા ઉમેદવાર છે.