National Sports Awards : નેશનલ એવોર્ડથી રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને સન્માનિત કરવામાં આવે છે. આ વખતે ભારતના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી (Mohammed Shami) સહિત 26 ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ (Draupadi Murmu) તમામ ખેલાડીઓને સન્માનિત કર્યાં છે.
આ પણ વાંચો : તમને પણ આધાર પર લાગેલો ફોટો નથી ગમતો? તો આ રીતે કરો અપડેટ
National Sports Awards : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંગળવારે નેશનલ એવોર્ડથી ખેલાડીઓને સન્માનિત કર્યાં છે. એવોર્ડ્સ માટે રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં સૌથી મોટું સન્માન ખેલ રત્ન એવોર્ડ (Khel Ratna Award) બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડીને મળ્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જ્યારે ભારતના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ (Arjun Awards)થી સન્માનિત કરવામાં આવ્યાં છે.
જ્યારે મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી (Major Dhyan Chand Khel Ratna Award 2023) ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડીને સન્માનિત કરવામાં આવ્યાં છે. આ તમામ એવોર્ડ એથલેટિક્સમાં પોતાની રમતમાં શાનદાર પ્રદર્શન કરવા માટે એનાયત કરાયા છે.
વર્લ્ડ કપમાં શમીનું શ્રેષ્ઠ પ્રદર્શન
ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ગત વર્ષે વનડે વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેઓએ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 24 વિકેટો ઝડપી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
33 વર્ષના અનુભવી ફાસ્ટ બોલર હાલ ઈજાગ્રસ્ત છે. તેના કારણે તે સાઉથ આફ્રિકા પ્રવાસે જઈ શક્યો નહોતો. પરંતું હવે તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ઘર આંગણે રમાનાર ટેસ્ટ સિરિઝમાં સ્થાન મળે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
રાષ્ટ્રીય ખેલ પુરસ્કારનું વિતરણ
ખેલ રત્ન એવોર્ડ
ચિરાગ શેટ્ટી – બેડમિન્ટન
સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી – બેડમિન્ટન
આ પણ વાંચો : ભારતના આ રહસ્યમય મંદિરોનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી
અર્જુન એવોર્ડ
ઓજસ પ્રવિણ દેવતાલે – તીરંદાજી
અદિતી ગોપીચંદ સ્વામી – તીરંદાજી
શ્રીશંકર – એથલેટિક્સ
પારુલ હુસામુદ્દીન – એથલેટિક્સ
મોહમ્મદ હુસામુદ્દીન – બોક્સર
આર વૈશાલી – ચેસ
મોહમ્મદ શમી – ક્રિકેટ
અનુશ અગ્રવાલ – ઘોડેસવારી
દિવ્યકૃતિ સિંહ – ઘોડેસવારી ડ્રેસેજ
દીક્ષા ડાગર – ગોલ્ફ
કૃષ્ણ બહાદુર પાઠક – હોકી
સુશીલા ચાનુ – હોકી
પવન કુમાર – કબડ્ડી
રીતુ નેગી – કબડ્ડી
નસરીન – ખો-ખો
પિંકી – લૉન બૉલ્સ
ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર – શૂટિંગ
ઈશા સિંહ – શૂટીંગ
હરિન્દર પાલ સિંહ – સ્ક્વોશ
આહિકા મુખર્જી – ટેબલ ટેનિસ
સુનિલ કુમાર – રેસલિંગ
રોશિબિના દેવી – વુશુ
શીતલ દેવી – પેરા આર્ચરી
અજય કુમાર – બ્લાઇંડ ક્રિકેટ
પ્રાચી યાદવ – પેરા કેનોઇંગ