ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. તેઓ આજે 8મી જાન્યુઆરીએ રાત્રે અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાના છે.
આ પણ વાંચો : માલદીવની મુશ્કેલી વધી, આ ટ્રાવેલ કંપનીનો મોટો નિર્ણય
ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. તેઓ આજે 8મી જાન્યુઆરીએ રાત્રે અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાના છે. આવતીકાલે તેઓ વાઈબ્રન્ટ ગુજરાતનું લોકાર્પણ કરશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ગુજરાતમાં વડાપ્રધાનનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે. તેઓ 9 જાન્યુઆરીએ સવારે 10 વાગે મહાત્મા મંદિર પહોંચશે. મોદી મહાત્મા મંદિરમાં અન્ય દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. 9મી જાન્યુઆરીએ સવારે 10 કલાકે મહાત્મા મંદિરે જવાનું. અહીં તેઓ અન્ય દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. પીએમ મોદી અન્ય દેશોના વડાઓ સાથે 2 કલાક વાત કરશે. બાદમાં 2 વાગ્યે રાજભવન જશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
વડાપ્રધાન મોદી ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 3 વાગ્યે હેલિપેડ ગ્રાઉન્ડ પર જશે અને ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. સાંજે 4 કલાકે ફરી મહાત્મા મંદિર જવા રવાના થશે. તેઓ સાંજે 5 વાગ્યે UAE ચીફનું સ્વાગત કરશે. UAEના ચીફ સાથે એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી રોડ શો કરશે. બંને મહાનુભાવો ગાંધીનગરની હોટલ લીલા ખાતે જશે.