Elon Musk Visit China : એલન મસ્કે ઇલેક્ટ્રીક વાહન નિર્માણ માટે ચીનમાં 7 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. મસ્કે ચીન પ્રવાસ પહેલા ભારત આવવાની જાહેરાત કરી હતી, પરંતુ તેણે ભારતની યાત્રા મોકુફ રાખી હતી.
આ પણ વાંચો – LICના ગ્રાહકો ધ્યાન રાખજો, મોટા પાયે છેતરપિંડની ઘટના આવી સામે
Elon Musk Visit China : ટેસ્લાના માલિક એલન મસ્ક (Elon Musk) રવિવારે અચાનક ચીન પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ ચીનના વડાપ્રધાન લી કિયાંગ (Li Qiang) સાથે મુલકાત કરી. કહેવામાં આવી રહ્યું છે, કે એલન મસ્ક ચીનના ઇવી વ્હિકલ (EV vehicle) માર્કેટમાં પોતાની ટેસ્લાની (Tesla) સ્વસંચાલિત ડ્ર્રાઇવિંગ ટેક્નોલોજીને લોન્ચ કરી શકે છે. લી કિયાંગ સાથે મુલાકાત દરમિયાન ટેસ્લાની આગામી યોજાનાઓ વિશે ચર્ચા કરી. લી કિયાંગે મસ્કને કહ્યું કે ચીનનું વિશાળ બજાર વિદેશી ઉદ્યોગો માટે હંમેશા ખુલ્લુ રહેશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ચીનના વડાપ્રધાને કહ્યું, કે ચીન હંમેશા વિદેશી રોકાણકારોને શ્રેષ્ઠ વેપારી માહોલ આપે છે. લી કિંયાગે કહ્યું કે ચીન બજાર પહોંચનો વિસ્તાર અને સર્વિસમાં સુધારા માટે ભારે મહેનત કરશે. જેથી વિદેશી કંપની ચીનમાં શાંતિથી રોકાણ કરી શકે. લી એ કહ્યું કે ચીનમાં ટેસ્લાના વિકાસને ચીન-અમેરિકા આર્થિક સહિયોગનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય. તેઓએ કહ્યું કે ચીનમાં ટેસ્લાએ સાબિત કર્યું છે કે સમાન સહિયોગ અને પારસ્પારિક લાભ બંને દેશોના હિતમાં છે. લી એ કહ્યું કે આશા છે કે ચીન અને અમેરિકાના પ્રમુખ લિડર મળશે અને બંને દેશો વચ્ચે સ્થિર દ્વીપક્ષીય સંબંધોના વિકાસને આગળ વધારશે.
મસ્કનું ચીનમાં 7 અબજ ડોલરનું રોકાણ
હોંગકોંગના સમાચાર પત્ર સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, મસ્ક સ્ટેટ કાઉન્સિલમાં વરિષ્ઠ ચીની અધિકારીઓ અને બીજિંગમાં જુના મિત્રો સાથે મુલાકાત કરી શકે છે. રિપોર્ટ અનુસાર મસ્કે શાંઘાઇમાં 7 અબજ ડોલરના રોકાણથી એક ઇવી પ્લાન્ટ નાખ્યો હતો. ત્યાર બાદ તેની ટેસ્લા ઈવી ચીનમાં લોકપ્રિય થઈ ગઈ છે. આ પ્લાટમાં વર્ષ 2020થી પ્રોડક્શન થઈ રહ્યું છે. એલન મસ્કે આ પ્લાન્ટને ઘણો ફાયદાકારક ગણાવ્યો છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ભારતમાં રોકાણ કરવા માંગતા હતા મસ્ક
નોંધનીય છે કે ચીન પહેલા એલન મસ્ક ભારતની યાત્રા કરવાના હતા. તેને લઈ તેઓએ ટ્વિટ પણ કર્યુ હતુ. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને તે દેશમાં ટેસ્લાનો પ્લાન્ટ નાખવા માંગતા હતા. મીડિયા અહેવાલ અનુસાર મસ્ક એવા સમયે ચીનના પ્રવાસે છે જ્યારે ટેસ્લાને સ્થાનિક ઇવી વાહનોના વધતા વેચાણથી ખતરો છે. ઓસ્ટિનની કંપની ચીનમાં ટેસ્લાને ભારે ટક્કર આપી રહી છે. આ કંપનીએ શાંઘાઈમાં બનતા વાહનોની કિંમતમાં 6 ટકા જેટલો કાપ મુક્યો છે.