Jagdish, Khabri Media Gujarat :
MP Election 2023 : વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો પોતાની પાર્ટીનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મધ્ય પ્રદેશમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. જનસભા સંબોધતા શાહે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી હતી. તેઓએ આરોપ લગાવતા કહ્યું, કે કમલનાથે સાડા ત્રણસો કરોડનું મોજરબેયર કૌભાંડ આયર્યું. 2400 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં નામ આવ્યું. 600 કરોડનું ઈફ્કો કૌભાંડ આર્યું. 25 હજાર કરોડ રૂપિયાનું દેવામાફી કૌભાંડ આચર્યું. આટલી ઉંમર થઈ ગઈ છે, પેટ નથી ભરાયું કે શું? શું કરવું છે ભાઈ?
આ પણ વાંચો : Earthquake in Nepal: નેપાળમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 140 લોકો મૃત્યુ પામ્યા, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કરેરામાં અમિત શાહે કહ્યું કે કમલનાથ મધ્યપ્રદેશમાં દોઢ વર્ષ રહ્યાં. એવું નથી, કે તેઓએ કામ નથી કર્યું, તેઓએ અહીં કમિશનખોરીનો ઉદ્યોગ સ્થાપ્યો છે. ટ્રાન્સફર ઈન્ડસ્ટ્રી લગાવવાનું કામ કર્યું. દીકરા-જમાઈના કલ્યાણ માટે ઉદ્યોગો સ્થાપ્યા. ભ્રષ્ટાચારનો ઉદ્યોગ લગાવવાનું કામ કર્યું. શિવરાજજીની 51થી વધુ ગરીબ કલ્યાણ યોજનાઓ બંધ કરી દીધી. મને ખબર છે, કે કમલનાથ આવવાના નથી. ભગવાન ન કરે, કમલનાથ આવી ગયા તો ખેડૂતોને 12 હજાર મળે છે તે પણ બંધ થઈ જશે. લાડડી બહેન યોજના પણ બંધ થઈ જશે.
આ પણ વાંચો : રશિયા અને ભારત વચ્ચે એવી કઈ ડીલ છે જેનાથી અમેરિકાની ચિંતા વધી?
રાહુલ બાબાએ અંધારામાં જઈ કોરોના રસી મુકાવી
શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું, કે અહીં તમામને કોરોનાની રસી મુકાઈ છે નહિ? 25 પૈસાય આપવા પડ્યાં છે? કૉફી પીવડાવીને કોરોનાની રસી મુકાવી છે. રાહુલ બાબા કહેતા હતા કે આ રસી ન લો, આ મોદી રસી છે. એતો સારુ છે કે રાહુલ બાબાનું કોઈ સાંભાળ્યું નહિ. એક વાર અંધારામાં જઈ તેઓએ પણ રસી મુકાવી લીધી. કોરોના જેવી મહામારીમાં પણ કોંગ્રેસવાળા રાજનીતિ કરતા હતા.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.