Junagadh: જૂનાગઢ ભવનાથમાં એક અનોખું તાલીમ કેન્દ્ર આવેલું છે, જ્યાં સાહસિકતા, આત્મવિશ્વાસ, સ્વયં શિસ્ત જેવા ગુણોનો વિકાસ થવાની સાથે પ્રકૃતિના ખોળે જીવન ઘડતરના નવા પાઠ શીખવા મળે છે. અહીં ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ યુવાઓ તાલીમ લેવા માટે આવે છે. આ સંસ્થાનું નામ છે પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર.
આ પણ વાંચો: જૂનાગઢમાં 16મી જાન્યુઆરીએ રોજગાર ભરતી મેળા યોજાશે
જૂનાગઢનું એક અનોખું તાલીમ કેન્દ્ર જ્યાં વિકસે છે સાહસિકતા, આત્માવિશ્વાસ, સ્વયં શિસ્ત જેવા ગુણો
ગિરનારની ગોદમાં છેલ્લા 45 વર્ષથી એટલે કે વર્ષ 1979 કાર્યરત આ કેન્દ્રમાં અત્યાર સુધીમાં ગુજરાત સહિત દેશભરના 14થી 45 વર્ષના લોકો માટેના બેઝિક રોક ક્લાઈમ્બિંગના 10 દિવસના કોર્સમાં 5293 ગર્લ્સ-મહિલાઓ સહિત 23480 લોકોએ ખડક ચઢાણની પ્રાથમિક તાલીમ મેળવી છે.
8થી 13 વર્ષના બાળકો માટેના 7 દિવસના એડવેન્ચર કોર્સમાં પણ 2513 ગર્લ્સ સહિત 10485 બાળકો પર્વતારોહણની તાલીમ લઈ ચૂક્યા છે. ઉપરાંત 3231 જેટલા ઈન્સ્ટ્રક્ટર્સ પણ પર્વતારોહણ તાલીમમાં ભાગ લઈ ચૂક્યા છે.
ગિરનારની ગોદમાં 1979ની કાર્યરત પંડિત દિનદયાળ પર્વતાહોરણ તાલીમ કેન્દ્રમાં 33965 લોકોએ ખડક ચઢાણનું મેળવ્યું
તેમ જણાવાત પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રના ઇન્ચાર્જ ઈન્સ્ટ્રક્ટર અને પ્રાંત યુવા વિકાસ અધિકારી ઉપેન્દ્રસિંહ રાઠોડ જણાવે છે કે, જુદી જુદી વય જૂથના લોકો માટે ચલાવતા આ કોર્સ દ્વારા ખાસ કરીને યુવક યુવતીઓ સાહસવીર અને શારીરિક રીતે ખડતલ-મજબૂત બને. સાથો સાથ તેઓ પ્રકૃતિ અને વન્ય જીવસૃષ્ટિને જાણે અને તેના સંરક્ષણ માટેની એક ભાવના કેળવાય તેવું પ્રશિક્ષણ તાલીમાર્થીઓને આપવામાં આવે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ગિરનાર પર્વત માળાની લક્ષ્મણ ટેકરી અને જોગણીયા ડુંગર પર આ તાલીમાર્થીઓને રોક ક્લાઈમિંગ અને રેપ્લિંગની તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત કેવિંગ, ટ્રેકિંગ ઈન ફોરેસ્ટ એરિયા, રિવર ક્રોસિંગ જેવી બાબતોને પણ આ તાલીમ સાથે વણી લેવામાં આવે છે.
આમ, સમગ્ર તાલીમ દરમિયાન તાલીમાર્થીઓનું પ્રકૃતિ સાથે એક તાદાત્મ્ય પણ સર્જાય છે. આ સાથે પર્વતારોહણનું થિયરીકલ જ્ઞાન પણ તાલીમાર્થીઓને આપવામાં આવે છે.
પંડિત દિનદયાળ પર્વતાહોરણ તાલીમ કેન્દ્રમા લોકો રોક ક્લાઈમ્બિંગ, રેપિલિંગ માટે દેશભરના આવે છે પર્વતારોહકો
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તોઓના વિભાગ હેઠળ ચાલતા આ તાલીમ કેન્દ્રમાં 45થી 65 વર્ષના લોકો માટે સ્પેશિયલ એડવેન્ચર કોર્સ, 18થી 45 વર્ષના લોકો માટે ટ્રેકિંગ ઈન હિલ્સ ઓફ ગુજરાત કોર્ષ ચાલે છે. તાલીમાર્થીઓએ આ તાલીમ મેળવવા માટે કોર્ષ પ્રમાણે સામાન્ય ફી ભરવાની રહેતી હોય છે. તાલીમ પાછળનો મોટાભાગનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. તેમ ઉપેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ તાલીમ કેન્દ્રમાં નિવૃત્તિ બાદ પણ સેવા આપતા કમલસિંગ રાજપૂતે પંડિત દિન દયાળ ઉપાધ્યાય તાલીમ કેન્દ્રના પ્રારંભિક સમયની વિગતો આપતાં જણાવ્યું કે, અહીંયા રાષ્ટ્રીય કક્ષાનો ખડક ચઢાણ કેમ્પ યોજવામાં આવે છે.
જેમાં પર્વતારોહણમાં પારંગત એવા દેશભરના લોકો ગિરનાર હિલ ખાતે ક્લાઈમ્બિંગ-રેપ્લિંગ કરવા માટે આવે છે. ઉપરાંત રાજ્ય સરકારની લલિત કલા એકેડમી દ્વારા ફોટોગ્રાફી અને પેઈન્ટિંગ માટેના વર્કશોપ યોજવામાં આવે છે.
આમ, અહીં પર્વતારોહણ માટેનું પ્રાથમિક પ્રશિક્ષણ આપવાની લોકોના સર્વાંગી વિકાસ માટે પણ જુદી જુદી રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ઉપરાંત તાલીમાર્થીઓમાં લોકોમાં સમૂહમાં રહેવાના ગુણ વિકસવાની સાથે સ્વયં સિસ્તના પાઠ પણ શીખે છે.
છત્તીસગઢના કૂરૂદથી તાલીમ માટે આવેલ નિલકંઠ સાહૂ કહે છે કે, અહિંયા પર્વતારોહણ માટેની ટેકનીક-બારીકીઓ અને પર્યાવરણની જાળવણી માટેના બાબતો શીખવા મળી.
છત્તીસગઢથી જ આવેલ કુ. પુષ્પા ધ્રૂવ જણાવે છે કે, છત્તીસગઢ જંગલ અને પહાડોથી સમૃદ્ધ રાજ્ય છે. ત્યારે જંગલ કે પહાડમાં ફસાઈ ગયા હોય ત્યારે આ તાલીમ ખુબ કામ લાગશે. સુરત ખાતેની ઈન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમીમાં અભ્યાસ કરતા અજય ખોખાણીએ પણ આ તાલીમને રોચક અને યાદગાર ગણાવી હતી.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.