બજેટ પહેલા મોદી સરકારની મોટી ભેટ, સસ્તા થશે સ્માર્ટફોન

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

Budget 2024: ભારત સરકારે મોબાઈલ ફોનના પ્રોડક્શન માટે ઉપયોગ થતા પાર્ટ્સની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. મોબાઈલ પાર્ટ્સ પર હવે ઇમ્પોર્ટ ડ્યુટી (Import duty) 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.

આ પણ વાંચો : SBIમાં ખાતુ ધરાવતા લોકો માટે મોટા સમાચાર

PIC – Social Media

Budget 2024: ભારત સરકારે વચગાળાના બજેટ પહેલા એક મોટી જાહેરાત કરી છે. આ ઘોષણા મેડ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ માટે મોટી ભેટ ગણી શકાય. ભારત સરકારે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં (Smartphone production) ઉપયોગમાં લેવાતા પાર્ટ્સ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. હવે મોબાઈલ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી (Import duty) 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સિમ સોકેટ, મેટલ પાર્ટ્સ, સેલ્યુલર મોડ્યુલ અને અન્ય મેકેનિકલ આઇટમ પર ઇમ્પોર્ટ ડ્યુટીમાં 5 ટકાનો ઘટાડો કર્યો છે.

સરકારના આ નિર્ણયથી ભારતમાં ફોનનું ઉત્પાદન કરતી કંપનીઓને ઘણો ફાયદો થશે, કારણ કે હવે તેમને કાચા માલની આયાત પર ઓછો ટેક્સ ચૂકવવો પડશે. તેની અસર મોબાઈલ ફોનની કિંમતો પર પણ જોવા મળશે. સરકારના આ નિર્ણયથી મોબાઈલ ફોન સસ્તા થશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (GTRI)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્માર્ટફોન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી શકાય છે. સંશોધકોના મતે સરકારનું આ પગલું મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપશે.