Business news : યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી યુવાન નોકરીની શોધમાં નીકળી ગયો, તેણે વિચાર્યુ કે નોકરીથી જે પગાર મળશે તેના દ્વારા તે પરિવારનુ દેણું ચુકવી દેશે. ત્યારે જ તેના પિતાએ તેને એવી હકીકત જણાવી કે જેને જાણીને તે આશ્ચર્યમાં મુકાઈ ગયો.
આ પણ વાંચો – ચોટીલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત
Business news : એક મોટી બ્રાન્ડ અને અઢળક સંપતિના માલિકે પોતાના દિકરાથી 20 વર્ષ અમીરીનું રહસ્ય છુપાવી રાખ્યુ. જ્યારે દીકરાએ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો ત્યારે તેણે પોતાના દીકરાને તેના વિશે જણાવ્યુ. આ સમાચારને લઈ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. 24 વર્ષના સાંગ જિલોંગે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેના કરોડપતિ પિતા ઝાંગ યોડુંગે 20 વર્ષ સુધી પોતાની આર્થિક સ્થિતિને છુપાવી રાખી હતી. જેથી તે સફળતા મેળવવા સખત મહેનત કરે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટની રિપોર્ટ અનુસાર, 51 વર્ષના ઝાંગ સિનિયર હુનાન સ્પાઇસી ગ્લુટેન લાતિયાઓ બ્રાન્ડના માલા પ્રિન્સના સંસ્થાપક અને અધ્યક્ષ છે. જે દર વર્ષે 600 મિલિયન યુઆન (83 મિનિયલ અમેરિક ડોલર) કિંમતનો સામાન વેંચે છે. આ બ્રાન્ડ તે સમયે બનાવામાં આવી જ્યારે ઝાંગ જુનિયરનો જન્મ થયો હતો. તેનું કહેવું છે કે તે પિંગજિયાંગ કાઉન્ટીના સામાન્ય ફ્લેટમાં મોટો થયો છે. આ જગ્યા સેન્ટ્રલ ચીનના હુનાન વિસ્તારમાં છે. ઝાંગ જુનિયરને પોતાના પિતાની બ્રાન્ડ વિશે તો ખબર હતી. પરંતુ તેને કહેવામાં આવ્યું હતુ કે કંપનીને ચલાવવા માટે મોટી લોન લેવી પડી છે.
તેઓએ પોતાના પરિવારની અમીરીનો ઉપયોગ કર્યા વગર હુનાનની રાજધાની ચાંગ્શાના સૌથી સારા સેકન્ડરી સ્કુલમાંથી એકમાં એડમિશન લીધુ. યુનિવર્સિટીથી ગેજ્યુએશન કર્યા બાદ ઝાંગ જુનિયરનું સપનું એક નોકરી શોધવાનું હતુ. જેનાથી પ્રતિ માસ તેને આશરે 6000 યુઆન મળે. તે આ નોકરીના પગારમાંથી લોન ચૂકવવા માંગતો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઝાંગ સિનિયરને પોતાના દીકરાને જણાવ્યું કે તેનો પરિવાર હકીકતમાં ખૂબ જ અમીર છે. અને તેઓ એક નવા ઘરમાં રહેવા પણ ગયા. જેની કિંમત 1.4 મિલિયન ડોલર છે. હવે દીકરો પોતાના પિતાના બિઝનેસને આગળ વધારવા માટે કામ શરૂ કરનાર છે.