GSSSB Clerk Recruitment 2024: જુનિયર-સિનિયર ક્લાર્કની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા છ દિવસ માટે મોકુફ રાખવામાં આવી છે.
આ પણ વાંચો – શું ખરેખર વાસુકી નાગ હતો? કચ્છમાંથી વૈજ્ઞાનિકોને મળ્યા જીવાશ્મી
GSSSB Clerk Recruitment 2024: જુનિયર-સિનિયર ક્લાર્કની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા છ દિવસ માટે મોકુફ રાખવામાં આવી છે. વહીવટી કારણોસર આ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી હોનું જણાવામાં આવ્યું છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવાનું પણ જણાવાયું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર
જણાવી દઈએ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.