DSP Shrestha Thakur : ડીએસપી શ્રેષ્ઠા ઠાકુરે પોતાના પતિ રોહિત રાજ વિરુદ્ધ છેતરપિંડી મામલે ગાજિયાબાદના કૌશામ્બીમાં ફરિયાદ દાખલ કરાવી છે. ત્યાર બાદ આરોપી પતિની ધરપકડ કરી લેવામાં આવી.
આ પણ વાંચો : દુર્ઘટનાગ્રસ્ત બસમાં ઘૂસી ગઈ સ્વિફ્ટ, 5 લોકો જીવતા ભડથુ
DSP Shrestha Thakur : ઉત્તર પ્રદેશના શામલીમાં પોલીસ સ્ટેશન સીઓ શ્રેષ્ઠા ઠાકુર છેતરપિંડીનો શિકાર બની છે. તેણે તેના પતિ રોહિત રાજ વિરુદ્ધ ગાઝિયાબાદના કૌશામ્બી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. તેણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ રોહિત રાજે આઈઆરએસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી તેની સાથે લગ્ન કર્યા હતા. જે બાદ ગાઝિયાબાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
2008 બેચના અધિકારી શ્રેષ્ઠા ઠાકુર હાલમાં શામલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા ઓફિસર તરીકે તૈનાત છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેના પતિએ વર્ષ 2018માં રોહિત રંજન સાથે લગ્ન કર્યા હતા. તેણી તેને એક મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા મળી હતી. આરોપીએ પોતાને આઈઆરએસ અધિકારી ગણાવ્યો હતો અને રાંચીમાં ડેપ્યુટી કમિશનર તરીકે તેની પોસ્ટિંગ હોવાનું જણાવ્યું હતું.
શ્રેષ્ઠા ઠાકુરે શું કહ્યું?
શ્રેષ્ઠા ઠાકુરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પતિ રોહિત રાજ વર્ષ 2008માં રાંચીમાં તૈનાત IRS ઓફિસર રોહિત રાજના નામનો દુરુપયોગ કરતો હતો. લગ્નના બે વર્ષ પછી જ્યારે તેણીને સત્યની જાણ થઈ, ત્યારે તેણીએ તેના લગ્નજીવનને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો અને તેના પતિ અને તેના પરિવારની આર્થિક માંગણીઓ પણ પૂર્ણ કરી. તેણે પોતાના પગાર સામે લોન લઈને પતિના પરિવારને પણ મદદ કરી. પરંતુ ત્યારબાદ આરોપી રોહિતે તેના નામનો પણ દુરુપયોગ શરૂ કરી દીધો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
શ્રેષ્ઠા ઠાકુરના નામે છેતરપિંડી
ફરિયાદમાં કહેવાયું છે કે રોહિત રાજે લોકો સાથે છેતરપિંડી કરવા અને પૈસા પડાવવા માટે તેના નામનો દુરુપયોગ પણ કર્યો હતો, જેનાથી કંટાળીને તેણે ત્રણ વર્ષ પહેલા તેને છૂટાછેડા આપી દીધા હતા, તેમ છતાં રોહિત રાજે તેની તસવીરો બતાવી અને તેનું નામ વટાવી લોકોને છેતરપિંડીનો શિકાર બનાવ્યા હતા. જે બાદ તેની છેતરપિંડીની ફરિયાદો વધતી રહી. તેનાથી કંટાળીને શ્રેષ્ઠા ઠાકુરે તેના પૂર્વ પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
પોલીસે આરોપી રોહિત રાજ વિરુદ્ધ નકલી IRS ઓફિસરનો ઢોંગ કરીને છેતરપિંડી કરીને લગ્ન, પજવણી અને છેતરપિંડી જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જે બાદ આરોપી પતિની ધરપકડ કરીને જેલ મોકલી દેવામાં આવ્યો છે.