Dinesh Rathod, Gujarat, Khabri media
Jamnagar: જામનગર જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ દવારા અનુસુચિત જાતિના વિધાર્થીઓ માટે પુસ્તકાલય (Library) ખુલ્લુ મૂકવામાં આવ્યૂ છે. જામનગરમાં સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત ડો.બાબા સાહેબ આંબેડકર ભવન સાત રસ્તા જામનગર ખાતે આવેલ પુસ્તકાલય જે ઘણા સમયથી બંધ હાલતમાં હતું. જેની જાણ બોધિસત્વ ફાઉન્ડેશન જામનગર દ્વાર આગેવાન વિજયભાઈ સામતભાઈ પરમારને રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે જામનગર નાયબ નિયામકને મૌખિક અને લેખિત અનેક રજૂઆતો કરી હતી.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
ત્યારબાદ સમાજ કલ્યાણ વિભાગ નાયબ નિયામક અધિકારી ડો.ઘનશ્યામ વાઘેલા દ્વારા પુસ્તકાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતી જે પ્રસંગે જામનગર અનુસુચિત જાતિના આગેવાનો, યુવાનો, વડીલો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ તકે નાયબ નિયામકએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જામનગર જિલ્લાના વિધાર્થીઓને આ પુસ્તકાલયનો વધુમાં વધુ ઉપયોગ કરી સમાજનું શેક્ષણિક સ્તર ઊંચું લઈ આવવા માટેના સૂચનો આપેલા હતા.
આ પણ વાંચો: ગિરનાર લીલી પરિક્રમામાં કરવામાં આવી જનરેટર દ્વારા લાઈટની સુવિધા
આ પુસ્તકાલયનો સમય સવારે 09થી સાંજના 06 વાગ્યા સુધી વિધાર્થીઓ માટે ખુલ્લી રાખવામા આવશે. જેનો ઉપયોગ કરવા માટે ડો.ઘનશ્યામ વાઘેલા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.