Miss World 2024 : મુંબઈ જિયો વર્લ્ડ સેન્ટરમાં આયોજિત 71માં મિસ વર્લ્ડ 2024માં ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિસ્જકોવાએ મિસ વર્લ્ડ 2024નો ખિતાબ પોતાના નામે કર્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
Miss World 2024 : મિસ વર્લ્ડ 2024ની ફિનાલે યોજાઇ ગઈ. આ વખતે મુંબઈમાં 71માં મિસ વર્લ્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેક રિપબ્લિકની 24 વર્ષની ક્રિસ્ટીના પિઝકોવાએ મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. 115 દેશોના સ્પર્ધકો સામે સ્પર્ધા કરીને ક્રિસ્ટીનાએ આ ખિતાબ જીત્યો. જ્યારે ગયા વર્ષની વિનર મિસ વર્લ્ડ 2022 પોલેન્ડની કેરોલિના બિલાવસ્કાએ ક્રિસ્ટિનાને તેના અનુગામી તરીકે તાજ પહેરાવ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મિસ વર્લ્ડ 2024માં 12 જજોની પેનલમાં ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા, કૃતિ સેનન, પૂજા હેગડે, ક્રિકેટર હરભજન સિંહ સહિત ઘણા દિગ્ગજ સેલેબ્સ સામેલ હતા, જેમણે આ નિર્ણય લીધો હતો. જ્યારે કરણ જોહર અને પૂર્વ મિસ વર્લ્ડ મેગન યંગે આ શોને હોસ્ટ કર્યો હતો. જ્યારે શાન, નેહા કક્કર અને ટોની કક્કરે સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. ક્રિસ્ટિનાએ વિજેતાનો ખિતાબ જીત્યો હતો, જ્યારે લેબનોનની યાસ્મીન જેટૂન પ્રથમ રનર અપ રહી હતી.