સોશિયલ મીડિયા પર બીજેપીનો દબદબો યથાવત છે અને તેનો ગ્રોથ અન્ય પાર્ટીઓ પર ભારે પડી રહ્યો છે. જો કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર નવા યુઝર્સ બનાવવા મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બીજેપી કરતા આગળ નીકળી ગઈ છે.
આ પણ વાંચો – દેશ આખામાં Jio સર્વિસ ઠપ્પ, સ્માર્ટફોન બની ગયા ડબલા
ડિઝિટલ જમાનામાં ચૂંટણી માત્ર જમીન નહિ પરંતુ સોશિયલ મીડિયા પર પણ લડવામાં આવે છે. 2014થી ચુંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયા મહત્વનું હથિયાર છે. ઓનલાઇન કેમ્પેઇનથી જનતાના મૂડ અને ગ્રાઉન્ડ પરની તસવીરો સ્પષ્ટ થઈ જાય છે. તો આવો જાણીએ કે આ ચુંટણી સિઝનમાં સોશિયલ મીડિયાનો કિંગ કોણ છે?
ઇન્ડિયા ટુડેની ઓપન સોર્સ ઇન્ટેલિજન્સની ટીમે બીજેપી, કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના સોશિયલ મીડિયા પેજ અને એકાઉન્ટસના ગ્રોથનું એનાલિસિસ કર્યું. તેની સાથે જ આ રાજકીય પાર્ટીઓના નેતાઓના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના આંકડાનું એનાલિસિસ પણ કરવામાં આવ્યું. વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, સોશિયલ મીડિયા પર બીજેપીનો દબદબો યથાવત છે અને તેનો ગ્રોથ અન્ય પાર્ટીઓ કરતા વધુ જોવા મળ્યો છે. જો કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર નવા યુઝર્સ બનાવામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બીજેપી કરતા આગળ નીકળી ગઈ છે.
મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) આ વખતે લોકસભામાં ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. પરંતુ અન્ય પાર્ટીઓની સરખામણીએ ટીએમસીની સોશિયલ મીડિયા પર ઉપસ્થિતિ ખૂબ ઓછી જોવા મળે છે. જ્યારે તમામ પાર્ટીઓના નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી આગળ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
X પર કઈ પાર્ટીનો દબદબો
એલન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર આ વર્ષે દરેક પાર્ટીના ફૉલોઅર્સમાં સતત વધારો થયો છે. જો કે, જાન્યુઆરીમાં આમ આદમી પાર્ટીના આશરે 1200 ફૉલોઅર્સ ઓછા થઈ ગયા હતા. એક્સ પર બીજેપીએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દર મહિને 1.2 લાખ ફૉલોઅર્સ બનાવ્યા છે. જ્યારે માર્ચમાં પાર્ટીના એક્સ એકાઉન્ટ સાથે 1.7 લાખ નવા લોકો જોડાયા છે. એનાલિટિક્સ ફર્મ સોશિયલ બ્લેડ અનુસાર, કોંગ્રેસ પાર્ટીના એક્સ પર જાન્યુઆરીમાં 59 હજાર, ફેબ્રુઆરીમાં 70 હજાર અને માર્ચમાં 1.08 લાખથી વધુ ફૉલોવર્સ વધ્યા છે. જ્યારે ટીએમસીએ જાન્યુઆરીમાં 1600, ફેબ્રુઆરીમાં 1800 અને માર્ચમાં 6400 ફૉલોઅર્સ બનાવ્યા છે.
યૂટ્યુબ પર કોણે મારી બાજી
યૂટ્યુબ પર આમ આદમી પાર્ટીએ જોરદાર પ્રદર્શન કર્યું છે. નવા સબ્સક્રાઇબર્સ બનાવામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બાજી મારી છે. જ્યારે બીજેપીના યૂટ્યુબ ચેનલ પર સબ્સક્રાઇબર્સની સંખ્યા ઘટી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાટીના યૂટ્યુબ ચેનલે 3 મહિનામાં 5.9 લાખ સબ્સક્રાઇબર્સ જોડ્યા છે. પાર્ટીએ માર્ચમાં 3.6 લાખથી વધુ સબ્સક્રાઇબર્સ જોડ્યા. આ જ મહિનામાં દિલ્હીના કથિત લિકર કૌભાંડમાં ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી હતી.
જ્યારે આ વર્ષના 3 મહિનામાં બીજેપીના યૂટ્યુબ ચેનલ પર 5.3 લાખ અને કોંગ્રેસના 5 લાખ સબ્સક્રાઇબર્સ વધ્યા છે. જ્યારે ટીએમસીના માત્ર 28 હજાર સબ્સક્રાઇબર્સ વધ્યા છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઇન્સ્ટાગ્રામ પર કોણ આગળ
ફર્સ્ટ ટાઇમ વોટર્સ સુધી પહોંચવા રાજકીય પાર્ટીઓ આ વખતે ઇન્સ્ટાગ્રામ પર પણ ઓનલાઇન કેમ્પેઇન ચલાવી રહી છે. હાલમાં જ ઇન્ડિયા ટુડેના એેનાલિસિસમાં જાણવા મળ્યું હતુ, કે ડિસેમ્બર 2023થી માર્ચ 2024 વચ્ચે રાજકીય પાર્ટીઓએ મેટાના પ્લેટફોર્મ્સ પર ઓનલાઇન કેમ્પેઇનિંગમાં જેટલો ખર્ચ કર્યો. તેમાં સૌથી મોટી ભાગીદારી ઇન્સ્ટાગ્રામની હતી.
આ વર્ષે ત્રણ મહિનામાં ઇન્સ્ટામાં સૌથી વધુ ફૉલોઅર્સ કોંગ્રેસે બનાવ્યા છે. કોંગ્રેસના ઇન્સ્ટા પેજ પર 3 મહિનામાં 13.2 લાખ ફૉલોઅર્સ વધ્યા છે. બીજેપીના પેજ પર 8.5 લાખ અને આમ આદમી પાર્ટી સાથે 2.3 લાખ ફૉલોઅર્સ જોડાયા છે. જ્યારે ટીએમસીના ઈન્સ્ટા પેજ પર માત્ર 6 હજાર ફૉલોઅર્સ વધ્યા છે.
નેતાઓમાં કોણ આગળ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અન્ય નેતાઓની સરખામણીએ આગળ છે. મોદીની સરખામણીમાં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જી ક્યાંય પાછળ છે.
જાન્યુઆરીથી માર્ચ વચ્ચે પીએમ મોદીના એક્સ એકાઉન્ટ પર 26 લાખ નવા ફૉલોઅર્સ વધ્યા છે. જ્યારે રાહુલ ગાંધીના આશરે 5 લાખ ફૉલોઅર્સ, અરવિંદ કેજરીવાલના એક લાખ અને મમતા બેનર્જીના 52 હજાર ફૉલોઅર્સ વધ્યા છે.
આ પણ વાંચો – ચંદ્ર પર ક્યાંથી આવ્યું રહસ્યમયી યાન, NASAનો ચોંકાવનારો ખુલાસો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાકી નેતાઓની તુલનામાં એક્સ પર સૌથી વધુ એક્ટિવ યુઝર્સ પણ છે. 3 મહિનામાં તેઓએ 1,365 પોસ્ટ મુકી. તેની સરખામણીએ રાહુલ ગાંધીએ 187 અને કેજરીવાલે 270 પોસ્ટ કરી છે.
ઈન્સ્ટાગ્રામ પર પીએમ મોદીને આશરે 8.8 કરોડ યુઝર્સ ફૉલો કરે છે. જાન્યુઆરીથી માર્ચ વચ્ચે તેના 52 લાખ ફૉલોઅર્સ વધ્યા છે. તે દરમિયાન રાહુલ ગાંધીને ફૉલો કરનારની સંખ્યા 12 લાખ અને કેજરીવાલના ફૉલોઅર્સની સંખ્યામાં 3 લાખનો વધારો થયો છે.
યૂટ્યુબ પર પણ પીએમ મોદી સૌથી વધુ લોકપ્રિય નેતા છે. 3 મહિનામાં પીએમ મોદીના યૂટ્યુબ વીડિયોઝને 47.7 કરોડ વાર જોવાયા. તે રાહુલ ગાંધી અને કેજરીવાલની કુલ સંખ્યાના બેગણાથી પણ વધુ છે. આ ત્રણ મહિનામાં પીએમ મોદીના યૂટ્યુબ ચેનલ સાથે 2.4 લાખ સબ્સક્રાઇબર્સ જોડાયા છે. જ્યારે રાહુલ ગાંધીની ચેનલ સાથે 50 લાખ સબ્સક્રાઇબર્સ જોડાયા છે.