જાણો, ગુજરાતને કુપોષણમુક્ત કરવા રાજ્ય સરકારે શું કર્યું?

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Malnutrition free Gujarat : વિધાનસભામાં કુપોષણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી (Minister of Women and Child Welfare) જણાવ્યું હતુ કે, કુપોષણને નાથવા માટે નાગરિકોના વર્તનમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. દરેક નાગરિકે પોતાના આરોગ્ય અને પોષણ માટેની જાગૃતિ કેળવવી પડશે.

આ પણ વાંચો : હલ્દવાનીમાં હિંસા, ઉપદ્રવીઓને જોતા જ ઠાર કરવાનો આદેશ

PIC – Social Media

Malnutrition free Gujarat : મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા (Bhanuben Babaria)એ જણાવ્યું હતું કે, કુપોષણ એક વિષચક્ર છે. આ વિષચક્રને તોડવા માટે તમામ સ્તરે પ્રયત્નો કરવા પડશે. રાજ્યને કુપોષણમુક્ત (Malnutrition free Gujarat) બનાવવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. પોષણને વિશેષ પ્રોત્સાહિત કરવાના હોલિસ્ટિક એપ્રોચ સાથે રાજ્ય સરકારે અંદાજપત્રમાં ખાસ જોગવાઇ કરી છે. કુપોષણને નાથવા માટે નાગરિકોના વર્તનમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. દરેક નાગરિકે પોતાના આરોગ્ય અને પોષણ માટેની જાગૃતિ કેળવવી પડશે.

કુપોષણના પ્રકાર

આંગણવાડી (Anganwadi)ના બાળકોમાં કુપોષણની સ્થિત અંગે વાત કરતા ભાનુબેને જણાવ્યુ કે, કુપોષણ એ માત્ર ગરીબોમાં જ છે એવુ નથી કુપોષણ (Malnutrition) એ સમૃદ્ધ પરિવારોમાં પણ જોવા મળે છે. અલ્પ પોષણ અને અતિ પોષણ બન્ને કુપોષણના પ્રકાર છે. અલ્પ-પોષણ માટે અનેક કારણો જવાબદાર છે એમાં જન્મ સમયની સ્થિતી, બાળકના જન્મનો ક્રમ, માતાનું આરોગ્ય, સામાજિક-આર્થિક સ્થિતી, રહેણી –કરણી,ખાન-પાનની ટેવો, કોઇ ચેપ, કૃમિ, વ્યસન વગેરે જેવી અનેક પરિસ્થિતી અસર કરે છે. આમ અનેક કારણો કુપોષણ માટે જવાબદાર છે. આજે શું ખાવુ અને શુ નખાવુ તે માહિતીના અભાવે લોકો કુપોષણનો શિકાર બને છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

પૂરક પોષણ યોજના અતંર્ગત 878 કરોડની જોગવાઈ

પોષણ અંગે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, પૂરક પોષણ યોજના (Supplementary Nutrition Scheme) અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 878 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સગર્ભા અને ધાત્રીમાતાને મળે છે લાભ

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (Mukhyamantri Matrushakti Yojana) હેઠળ સગર્ભા અને ધાત્રીમાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે. જેના માટે 322 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પોષણ સુધા યોજના હેઠળ 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે 129 કરોડની જોગવાઇ કરાઈ છે.