Makar Sankranti : મકરસંક્રાંતિ ધાર્મિક મહત્વ સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. 14 જાન્યુઆરી 2024ને રવિવારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે. આવો જાણીએ કે આ તહેવારની ઉજણી પાછળ તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે.
આ પણ વાંચો : અલગ અલગ રાજ્યોમાં વિવિધ રીતે ઉજવાય છે મકરસંક્રાતિ પર્વ
14 જાન્યુઆરી, 2024ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણને સંક્રાંતિ કહેવાય છે.
પોષ મહિનામાં, જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય છે અને મકર રાશિમાં રહે છે, ત્યારે આ અવસર દેશના વિવિધ પ્રાંતોમાં વિવિધ તહેવારો જેમ કે લોહરી, ક્યાંક ખીચડી, ક્યાંક પોંગલ વગેરેના રૂપમાં ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ (Makar Sankranti)એ હિન્દુ ધર્મમાં એક એવો તહેવાર છે જેનું ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ છે.
મકરસંક્રાંતિનું ધાર્મિક મહત્વ
હિન્દુ ધર્મમાં તમામ તહેવારોની ઉજણી પાછળ કોઈને કોઈ ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક કારણ જવાબદાર હોય છે. તો આવો આપણે મકરસંક્રાંતિની ઉજવણી પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરીએ.
દાન 100 ગણું ફળદાયી
પુરાણોમાં મકર સંક્રાંતિને (Makar Sankranti) દેવતાઓનો દિવસ કહેવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ દાનનું સો ગણું પુણ્ય મળે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
શુભ કાર્યની શરૂઆત થાય છે
મકરસંક્રાંતિથી સારા દિવસોની શરૂઆત થાય છે, કારણ કે આ દિવસે મલમાસ સમાપ્ત થાય છે. આ પછી, લગ્ન, મુંડન, પવિત્ર દોરાની વિધિ વગેરે જેવા તમામ શુભ કાર્યો શરૂ થાય છે.
ખુલે છે સ્વર્ગના દરવાજા
એક ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિના (Makar Sankranti) દિવસે સ્વર્ગના દરવાજા ખુલે છે. આ દિવસે પૂજા, પાઠ, દાન અને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દંતકથા અનુસાર, ભીષ્મ પિતામહને મૃત્યુનું વરદાન મળ્યું હતું, પરંતુ દક્ષિણાયન સૂર્યના કારણે, તેઓ બાણોની શય્યા પર રહ્યા હતા અને ઉત્તરાયણ સૂર્યની રાહ જોતા હતા અને મકરસંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે તેઓએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. જેથી તેઓ પોતાને મુક્ત કરી શકે. જેથી તે જન્મ-મરણના બંધનથી મુક્ત થઈ શકે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ગંગાજીનું પૃથ્વી પર અવતરણ
મકરસંક્રાંતિના (Makar Sankranti) દિવસે માતા ગંગા પૃથ્વી પર પ્રગટ થયા. ગંગાજળ દ્વારા જ રાજા ભગીરથના 60,000 પુત્રોને મોક્ષ મળ્યો હતો. આ પછી ગંગાજી કપિલ મુનિના આશ્રમની બહાર સમુદ્રમાં સમાઇ ગયા.
મકરસંક્રાંતિનું વૈજ્ઞાનિક મહત્વ
મકરસંક્રાંતિની ઉજવણી પાછળ ધાર્મિકની જેમ વૈજ્ઞાનિક કારણો પણ મહત્વ ધરાવે છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશની સાથે જ માનવ શરીરની પ્રકૃતિમાં ઘણાં પરિવર્તન આવે છે.
તલ-ગોળની ચિક્કી ખાવાનું કારણ
સૂર્ય ઉત્તરાયણ થતાં જ પ્રકૃતિમાં પરિવર્તન શરૂ થાય છે. ઠંડીના કારણે ઠુંઠવાઇ રહેલા લોકોને સૂર્યના પ્રકાશ અને ગરમીથી શિયાળામાં રાહત મળે છે. જો કે મકરસંક્રાંતિ (Makar Sankranti) પર ખૂબ જ ઠંડી પડે છે, પરંતુ આવી સ્થિતિમાં શરીરને ગરમી આપતી ખાદ્ય વસ્તુઓનું સેવન કરવામાં આવે છે. આ જ કારણ છે કે મકરસંક્રાંતિ પર તલ, ગોળ અને ખીચડી ખાવામાં આવે છે જેથી શરીર ગરમ રહે.
આ પણ વાંચો : Makarsankrati: 70 વર્ષ પછી મકરસંક્રાંતિ પર બની રહ્યો છે આ અદભૂત સંયોગ, ઘરમાં આવશે સમૃદ્ધિ
પ્રગતિના માર્ગો ખુલે છે
પુરાણ અને વિજ્ઞાન બંનેમાં મકરસંક્રાંતિ (Makar Sankranti) એટલે કે સૂર્યની ઉત્તરાયણ સ્થિતિનું વધુ મહત્વ છે. સૂર્યની ઉત્તરાયણથી રાત ટૂંકી અને દિવસો લાંબા થાય છે. કહેવાય છે કે ઉત્તરાયણમાં માણસ પ્રગતિ તરફ આગળ વધે છે. અંધકારમાં ઘટાડો અને પ્રકાશમાં વધારો થવાથી માનવ શક્તિ પણ વધે છે.
પતંગ ઉડાડવાનું વૈજ્ઞાનિક મહત્વ
મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાનું મહત્વ વિજ્ઞાન સાથે પણ જોડાયેલું છે. સૂર્યપ્રકાશ શરીર માટે તંદુરસ્ત છે અને ત્વચા અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ પતંગ ઉડાડવાથી આપણે થોડા કલાકો સૂર્યપ્રકાશમાં વિતાવીએ છીએ, જે આરોગ્ય પ્રદાન કરે છે.