PMJAY : રાજ્યમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં PMJAY યોજના હેઠળ સારવારને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિગતો આપી હતી. તેઓએ કહ્યું કે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 66,460 દર્દીઓને રૂ. 147 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
આ પણ વાંચો : મિથુને એવું કેમ કહ્યું? કે, “મારે વડાપ્રધાનનો ઠપકો સાંભળવો પડ્યો”
PMJAY : રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગરીબ અને મધ્યમ પરિવારોને આકસ્મિક સંજોગોમાં ગંભીર બીમારીઓ સમયે સહાયરૂપ થવા ગુજરાતે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટેનું શ્રેષ્ઠ મોડલ કાર્યરત કર્યું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આજે વિધાનસભા ખાતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-માં યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીઓ ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં આ બંને જિલ્લામાં આ યોજના હેઠળ 66,460 દર્દીઓને રૂ. 146 કરોડની સહાય ચૂકવાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં 91 અને અરવલ્લી જિલ્લામાં 59 હોસ્પિટલો આ યોજના હેઠળ સારવાર માટે જોડવામાં આવી છે.
મંત્રી પટેલે ઉમેર્યું કે, ગરીબ-મધ્યમ પરિવારોને આરોગ્ય ક્ષેત્રે સહાયરૂપ થવા ગુજરાતે દેશને રાહ ચીંધ્યો છે. રાજ્યમાં માં અમૃતમ યોજના શરૂ કરી હતી જે સફળ થતાં સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ PMJAY યોજના શરૂ કરી છે જેના લાભો દેશવાસીઓને મળતા થયા છે. આ યોજના હેઠળ રૂપિયા 10 લાખ સુધીની સહાય ગંભીર રોગોની સારવાર પૂરી પાડવામાં આવે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
તેમણે ઉમેર્યું કે, રાજ્યના પ્રત્યેક જિલ્લામાં નાગરિકોને PMJAY યોજનાના લાભો સત્વરે મળતા થાય તે માટે ખાનગી હોસ્પિટલોમાં કાર્ડના જે દર નિયત કરાયા છે તે મુજબ સારવાર આપવા માંગતા હોય તો તેની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ ખાનગી હોસ્પિટલોને આ યોજના હેઠળ લાભ આપવા માટે લાયક ગણીને જોડવામાં આવે છે. રાજ્યમાં સરકારી તબીબી કોલેજો,ગ્રીનફિલ્ડ કોલેજો, બ્રાઉન ફિલ્ડ કોલેજોમાં પણ PMJAY યોજનાના લાભો આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
છેવાડાના માનવીને ઝડપી અને વિનામૂલ્યે સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી તત્કાલીક મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ દેશમાં સૌપ્રથમ વર્ષ 2013માં ગુજરાતમાં મા કાર્ડ યોજનાનો અમલ શરૂ કર્યો હતો. આ યોજના અત્યારે દેશ માટે રોલ મોડલ બની છે જેને સમગ્ર દેશ અપનાવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં 6.58 લાખ, અરવલ્લી જિલ્લામાં 2.12 લાખ તેમજ સાબરકાંઠામાં 2.72 લાખ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : JEE મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક
આરોગ્ય મંત્રીએ પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, PMJAY યોજના હેઠળ આણંદમાં છેલ્લા એક વર્ષમાં રૂ. 68.25 કરોડના ખર્ચે 37,840 લાભાર્થીઓના દાવા મંજૂર કરવામાં આવ્યા છે. આ જ રીતે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 13,270 લાભાર્થીઓને રૂ. 30.02 કરોડ જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 53,190 લાભાર્થીઓને રૂ. 116.18 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં કુલ 45 માંથી 27 સરકારી 18 ખાનગી હોસ્પિટલ, અરવલ્લીમાં 59માંથી 44 સરકારી અને 15 ખાનગી જ્યારે સાબરકાંઠામાં 91 માંથી 62 સરકારી અને 29 ખાનગી હોસ્પિટલમાં PMJAY હેઠળ રૂ. 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.
આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, આ યોજના હેઠળ તમામને સમાવી લેવાના લક્ષ્યાંક સાથે આગામી સમયમાં રાજ્યના NFSA કાર્ડ ધારકોને પણ PMJAY કાર્ડ આપવાનો મહત્વનો નિર્ણય પણ સરકારે કર્યો છે.