Team India Schedule 2024 : દુનિયાભરમાં લોકોએ 2023ને વિદાય આપી 2024નું શાનદાર સ્વાગત કર્યું છે. તમામના લોકોના ચહેરા પર નવા વર્ષનો ઉત્સાહ જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમ પણ પોતાના નવા વર્ષના શેડ્યુઅલ માટે તૈયાર છે.
આ પણ વાંચો – 1 January : જાણો, આજનો ઈતિહાસ
Team India Schedule 2024 : ભારતીય ક્રિકેટ ટીમનુ ગત વર્ષ શાનદાર રહ્યું છે. ભારતીય ટીમે વર્ષ 2023ની શરૂઆત જીત સાથે કરી હતી. પરંતું તેનો અંત જોઈએ એવો થયો નહિ. ભારતીય ટીમે વર્ષ 2023ની શરૂઆત શ્રીલંકા સામે ઘરઆંગણે સિરીઝ સાથે કરી હતી. ત્યારે બંને ટીમો વચ્ચે 3 મેચની ટી20 મેચોની સિરિઝ રમાઈ હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સિરિઝની પ્રથમ મેચ જીતીને ભારતીય ટીમે નવા વર્ષની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ત્રીજી મેચ જીતીને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે સિરિઝ પર 2-1થી કબ્જો જમાવ્યો હતો. જો કે ભારતીય ટીમ જીત સાથે વર્ષ 2023નો અંત કરી શકી નહિ.
જણાવી દઈએ કે ભારતીય ટીમે 2023માં પોતાની અંતિમ ટેસ્ટ મેચ સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમી હતી. આ મેચમાં રોહિત શર્માની કપ્ટેનશીપવાળી ભારતીય ટીમેને ઇનિંગ અને 32 રનોથી હારનો સામનો કરવો પડ્યો છે. હવે 2 મેચોની ટેસ્ટ સિરિઝનો અંતિમ મુકાબલો 3 જાન્યુઆરીએ રમાનાર છે. એવામાં ભારતીય ટીમ નવા વર્ષની શરૂઆત જીત સાથે કરવા ઇચ્છશે.
ભારતીય ટીમ કુલ કેટલી ઇન્ટરનેશનલ મેચ રમશે?
પરંતું અહીં ફેન્સને એ જાણવાની જિજ્ઞાશા જરૂર હશે કે આખરે ભારતીય ટીમ નવા વર્ષ એટલે કે 2024માં કુલ કેટલી ઇન્ટરનેશલ મેચ રમશે? ટીમનું શેડ્યુલ કેવું હશે? ત્યારે જણાવી દઈએ કે ભારતીય ટીમને આ વર્ષે સૌથી વધુ 15 ટેસ્ટ રમવાની છે. ત્યારે બાદ 18 T20 જ્યારે 3 વનડે મેચ રમશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ભારતીય ટીમે 2024ના અંતમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેના ઘરઆંગણે 5 મેચની ટેસ્ટ સિરિઝ રમવાની છે. તેનો એક મેચ આગામી વર્ષે 3 જાન્યુઆરી 2025માં રમાય તેવી શક્યતા છે. આમ ભારતીય ટીમ 2024માં કુલ 15 ટેસ્ટ મેચ રમી શકે છે. તેમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચ, બાંગ્લાદેશ સામે 2 અને ન્યૂઝીલેન્ડ સામે 3 ટેસ્ટ મેચ રમાનાર છે.
જૂનમાં ટી20 વર્લ્ડ કપ યોજાશે
2024માં ભારતીય ટીમ માત્ર 3 વન ડે મેચ રમશે. આ સિરિઝ શ્રીલંકા વિરુદ્ધ જુલાઈમાં તેના ઘરઆંગણે રમાનાર છે. જ્યારે અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ વિરુદ્ધ 3-3 ટી20 મેચની સિરિઝ રમશે. તે દરમિયાન ભારતીય ટીમને જૂનમાં ટી20 વર્લ્ડ કપ પણ રમવાનો છે. જો એમાં ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોચે તો તે કુલ 9 મેચ રમી શકે છે. એવામાં આ ટીમ 2024માં કુલ 18 ટી20 મેચ રમી શકે છે.
આ પણ વાંચો : Rashifal : જાણો, વર્ષનો પ્રથમ દિવસ તમારા માટે કેવો રહેશે
ટીમ ઇન્ડિયાનું 2024નું આખુ શેડ્યુલ
3થી 7 જાન્યુઆરી – સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજો ટેસ્ટ મેચ, કેપટાઉન
11 થી 17 જાન્યુઆરી – અફઘાનિસ્તાન વિરુદ્ધ , 3 મેચોની ટી 20 સિરિઝ
25 જાન્યુઆરીથી 11 માર્ચ – ઇંગ્લેન્ડ વિરુદ્ધ, 5 ટેસ્ટ મેચોની સિરિઝ
માર્ચથી મે મહિનાના અંત સુધી IPL 2024
4 જૂનથી 30 જૂન – આઈસીસી ટી20 વર્લ્ડકપ, અમેરિકા અને વેસ્ટઈન્ડીઝ (યજમાન)
જુલાઈ – શ્રીલંકા સામે 3 વનડે અને 3 ટી20
સપ્ટેમ્બર – બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ અને 3 ટી20
ઓક્ટોબર – ન્યૂઝીલેન્ડ સામે 3 ટેસ્ટ
નવેમ્બર અને ડિસેમ્બર – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, 5 ટેસ્ટ મેચ સિરિઝ
મહિટા ટીમ ઇન્ડિયાનું 2024નું શેડ્યુઅલ
21 ડિસેમ્બર 2023થી 9 જાન્યુઆરી 2024 – ઓસ્ટ્રેલિયા સામે, એક ટેસ્ટ, 3-3 વનડે અને ટી20
ફેબ્રઆરી-માર્ચ, મહિલા પ્રિમીયર લિગ સિઝન-2
સપ્ટેમ્બર, આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ, બાંગ્લાદેશ (યજમાન)
ડિસેમ્બર – ઓસ્ટ્રેલિયા સામે, 3 વનડે
ડિસેમ્બર – વેસ્ટઇન્ડીઝ સામે, 3 વનડે અને ટી20