Parliament Security Breach: 13 ડિસેમ્બર બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ. લોકસભાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન દર્શક ગેલેરીમાંથી સ્મોક કેન દ્વારા સંસદભવનમાં સ્મોક અટેક કરવામાં આવ્યો, જેના લીધે પીળા રંગનો ધૂમાડો આખા સંસદમાં ફેલાય ગયો હતો. જો કે ઘટના બાદ તરત જ બે લોકોને ઝડપી લેવામાં આવ્યાં હતા. આ મામલે કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક આરોપી ફરાર છે.
આ પણ જુઓ : આ 7 વસ્તુઓનું ક્યારેય ના કરતા દાન
મહત્વનું છે કે 13 ડિસેમ્બર, 2001માં થયેલા આતંકી હુમલા બાદ સંસદની સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી હતી. જો કે બુધવારે જે રીતે સુરક્ષામાં ચૂક થઈ છે. તેને લઈ ઘણાં સવાલો ઉભા થયા છે. ખાસ વાત એ છે કે સંસદ પર હુમલાની 22મી વર્ષગાંઠના દિવસે જ વધુ એકવાર સુરક્ષામાં ચૂક થઈ. એવામાં ચાલો જાણીએ કે સંસદમાં એન્ટ્રીના નિયમો શું છે અને 2001ના હુમલા બાદ કેવા સુધારાઓ કરવામાં આવ્યાં.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સંસદમાં કઈ રીતે મળે છે એન્ટ્રી?
સંસદ સંકુલની સુરક્ષા દિલ્હી પોલીસ, અર્ધલશ્કરી દળો અને ‘સંસદ સુરક્ષા સેવા’ (PSS) નામના વિશિષ્ટ વિભાગ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. પોલીસ સંકુલની આસપાસના વિસ્તારમાં જાહેર પ્રવેશને નિયંત્રિત કરે છે. અર્ધલશ્કરી દળો સંકુલની બહારના વિસ્તારની સુરક્ષા કરે છે. પીએસએસ અને દિલ્હી પોલીસ સંકુલની અંદર સુરક્ષા પૂરી પાડે છે. PSSનું નેતૃત્વ સંયુક્ત સચિવ સ્તરના અધિકારી કરે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
PSS પાસે કોઈપણ મુલાકાતી માટે ત્રણ સ્તરની સુરક્ષા તપાસ થાય છે. પહેલો ગેસ્ટ પાસ બનાવડાવતા પહેલા સંસદ સંકુલના એન્ટ્રી ગેટ પર, બીજો નવા સંસદ ભવનના ગેટ પર અને ત્રીજો વિઝિટર ગેલેરીમાં પ્રવેશતા પહેલા. દરેક સ્તરે મુલાકાતીઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. તેમને ગૃહની અંદર પુસ્તકો અને પેન જેવી વસ્તુઓ લઈ જવાની પણ મંજૂરી નથી.
અન્ય લોકોને વધુમાં વધુ એક કલાક સુધી કાર્યવાહી જોવાની છૂટ હોય છે. તેમને કડક સુરક્ષા પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તમામ તપાસ થયા બાદ કેટલાક સુરક્ષાકર્મીઓ તેમને ગેલેરીમાં લઈ જાય છે. સાર્વજનિક ગેલેરીઓમાં પણ મુલાકાતીઓનું સુરક્ષા નિરીક્ષણ ચાલુ રહે છે.
આ પણ વાંચો : ગુજરાતનો આ પરિવાર અયોધ્યા રામ મંદિર પર ચડાવશે સૌપ્રથમ ધ્વજા
સત્ર દરમિયાન સંસદની સુરક્ષા PSS અને દિલ્હી પોલીસ બંને સંભાળે છે. તમામ ગેલેરીઓમાં, હાઉસ માર્શલ અથવા સુરક્ષા અધિકારી સમગ્ર કાર્યવાહી દરમિયાન આગળની લાઇનમાં બેસે છે. મહેમાનોને આગળની લાઇનની બેઠકો પર બેસવાની મંજૂરી નથી.