Gujarat: ખાલિસ્તાની આતંકવાદી (Khalistani Terrorist) લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત થયું છે. લખબીર સિંહ રોડે પ્રતિબંધિત સંગઠનો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો સ્વયં ઘોષિત ચીફ હતો. જણાવવામાં આવી રહ્યું છે કે લખબીર સિંહ રોડેનું 72 વર્ષની વયે પાકિસ્તાનમાં નિધન થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ભિંડરાનવાલેનો ભત્રીજો હતો લખબીર સિંહ રોડે
લખબીર સિંહ રોડે ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેનો ભત્રીજો હતો. અને તેને ભારતના આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. લખબીર સિંહ રોડેના ભાઈ અને અકાલ તખ્તના પૂર્વ જથેદાર જસબીર સિંહ રોડે લખબીરના મૃત્યુની પુષ્ટિ કરી છે. જસબીર સિંહે કહ્યું કે મારા ભાઈના દીકરાએ અમને કહ્યું છે કે તેનું મૃત્યુ પાકિસ્તાનમાં હાર્ટ એટેકથી થયું હતું અને તેના અંતિમ સંસ્કાર પાકિસ્તાનમાં જ કરવામાં આવ્યા હતા. તેઓ ડાયાબિટીસથી પીડિત હતા. લખબીર સિંહ રોડેને બે પુત્ર, એક પુત્રી અને પત્ની કેનેડામાં રહે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ભારતથી ફરાર થઈને પાકિસ્તાન પહોંચી ગયો હતો
લખબીર સિંહ રોડે ભારતના પંજાબના મોગા જિલ્લાના રોડે ગામનો રહેવાસી હતો અને તે ભારતથી દુબઈ ભાગી ગયો હતો. બાદમાં તે દુબઈથી પાકિસ્તાન ચાલ્યો ગયો પરંતુ તેના પરિવારને કેનેડામાં રાખ્યો. વર્ષ 2002માં ભારતે 20 આતંકવાદીઓને ભારતને સોંપવા માટે પાકિસ્તાનને એક યાદી પણ સોંપી હતી, જેમાં લખબીર સિંહ રોડેનું નામ પણ હતું. ભારત સરકારના ડોઝિયર મુજબ, લખબીર સિંહ રોડેના ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશને બ્રિટન, જર્મની, કેનેડા અને અમેરિકા સહિત ઘણી જગ્યાએ તેની શાખાઓ શરૂ કરી હતી. રોડે પર ગેરકાયદેસર રીતે ભારતમાં હથિયારો અને વિસ્ફોટકો મોકલવાનો પણ આરોપ છે.
આ પણ વાંચો: જાણો, 05 ડિસેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.