ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ

Rajkot: રાજકોટમાં આ તારીખે યોજાશે કલા મહાકુંભ સ્પર્ધા

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Rajkot News: ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ આધિકારી, રાજકોટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ઝોનકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા 2023-24 કાર્યક્રમ તા. 1/12/2023ના રોજ ઝોન નં. 1-2 તેમજ વોર્ડ નં.1,2,3,4,5માં.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તા. 2/12/2023ના રોજ ઝોન નં.3-4 તેમજ વોર્ડ નં. 6,7,8,9માં, તા. 4/12/2023ના રોજ ઝોન નં.5 તેમજ વોર્ડ નં.10,11માં, તા. 6/12/2023ના રોજ ઝોન નં. 7-8 તેમજ વોર્ડ નં. 14,15,16,17,18માં અને તા. 7/12/2023ના રોજ ઝોન નં.6 તેમજ વોર્ડ નં. 12,13માં, હેમુગઢવી નાટ્યગૃહ, રાજકોટ અને બાલભવન, રેસકોર્ષ રાજકોટ ખાતે યોજાશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ માટે સ્પર્ધકોએ વકતૃત્વ સ્પર્ધાના ‘વિષય’ સ્પર્ધાના 24 કલાક પહેલા બાલભવન, રેસકોર્ષ, રાજકોટ તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના નોટીસ બોર્ડ પરથી મેળવી લેવાના રહેશે.

દરેક સ્પર્ધકે જે તે સ્પર્ધાના સમય કરતા 30 મીનીટ પહેલા સ્પર્ધા સ્થળે આયોજકોને રીપોર્ટ કરવાનું રહેશે. વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, 7/2, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે રૂબરુ સંપર્ક અથવા કચેરીના ફોન નં 0281-2442362 પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી, રાજકોટની યાદી દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચો: ગિરનાર પરિક્રમા રૂટ પર વન વિભાગ દ્વારા યોજાયું સફાઈ અભિયાન

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.