Dinesh Rathod, Gujarat, Khabri media
Junagadh: મહિલાઓને પ્રોત્સાહિત કરવા અને દિવાળી પર્વે ખાસ આયોજિત સાત દિવસીય દિવાળી હસ્તકલા મેળાને મેયર ગીતાબેન પરમારે રીબીન કાપી અને ગણપતિ વંદના કરીને ખુલ્લો મુક્યો હતો. સાથે જ તેમણે સ્ટોલ્સની મુલાકાત લઈ જુદી-જુદી કલાત્મક વસ્તુઓની જાણકારી મેળવી મહિલાઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.
શહેરની એ. જી. હાઈસ્કૂલના મેદાન ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત તથા જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંકલિત દિવાળી હસ્તકલા મેળામાં રાજ્યભરની મહિલાઓ ભાગ લઈ રહી છે.
આ પણ વાંચો: Bhuj: કોઠારા ખાતે તાલુકા કક્ષાના કૃષિમહોત્સવની ઉજવણી કરવામાં આવી
તેમના દ્વારા જ હસ્તકલા, સુશોભન, હાથશાળ, માટીકલા વગેરે ઉત્પાદિત કલાત્મક વસ્તુઓનું વેચાણ સહ પ્રદર્શન આજ રોજ તા. 26.10.2023 થી તા. 01.11.2023 સુધી કરવામાં આવશે. આમ, દિવાળીના પર્વે જૂનાગઢવાસીઓને હસ્તકળાની કલાત્મક ચીજ વસ્તુઓ ખરીદવાની તક પણ મળી રહેશે. આ તકે મહિલા અને બાળ અધિકારી સી.ડી. ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી એમ.જી. વારસુર તથા બી. ડી. ભાડ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.