8મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા સિનિયર ભાઈઓ-બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ 4 કેટેગરીમાં 1137 સ્પર્ધકોએ દોટ મુકી હતી.

Junagadh: ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 2024, 1137 સ્પર્ધકોએ મુકી હતી દોટ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Junagadh: 38મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા સિનિયર ભાઈઓ-બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ 4 કેટેગરીમાં 1137 સ્પર્ધકોએ દોટ મુકી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં 38.27 મીનીટના સમય સાથે સુરેન્દ્રનગરના જાડા રીંકલબેને મેદાન માર્યું હતુ. સીનીયર ભાઈઓમાં જૂનાગઢના પરમાર લાલાભાઈએ એક કલાક અને 14 સેકંડના સમય સાથે ગિરનાર સર કર્યો હતો. જયારે જુનીયર બહેનોમાં 39.25 મીનીટના સમય સાથે જૂનાગઢની વિધાર્થીની ગરેજા જશુબેન એ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. જયારે જુનીયર ભાઈઓમાં ગીરસોમનાથના ભાલીયા સંજયભાઈએ એક કલાક પાંચ મીનીટ અને 14 સેકંડના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જયારે સીનીયર બહેનોમાં બીજા ક્રમે કટેશીયા નીતાબેને 39.58 મીનીટ સાથે,ત્રીજા ક્રમે વાળા પારૂલબેને 40.34 મીનીટમાં, સીનીયર ભાઈઓમાં બીજા ક્રમે વાઘેલા શૈલેષભાઈ એક કલાક અને 57 સેકંડ સાથે, ત્રીજા ક્રમે મેવાડા ધર્મેશકુમારે એક કલાક એક મીનીટ અને 27 સેકંડ સાથે, જુનીયર બહેનોમાં બીજા ક્રમે કમારીયા જયશ્રી 42.01 મીનીટ સાથે, ત્રીજા ક્રમે પરમાર અસ્મીતા 43.54, જુનીયર ભાઈઓમાં બીજા ક્રમે સોલંકી દેવરાજકુમાર એક કલાક નવ મીનીટ અને બે સેકંડ સાથે, ત્રીજા ક્રમે ગોહીલ દિગવીજયસીંહએ એક કલાક નવ મીનીટ અને 44 સેકંડ સાથે ગિરનાર સર કર્યો હતો.

આ પણ વાંચો: રામલલા મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાનોએ કરવું પડશે આ નિયમોનું પાલન

પવિત્ર ગિરનારની ભૂમીમાં સવારે ખુશનુમા વાતાવરણમાં 6-45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો મેયર ગીતાબેન પરમાર, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાંપડા જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતાં અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. જયારે બહેનોની સ્પર્ધાનો 9-30 કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો.

વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ,પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર ,સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, પૂર્વ મેયર આધ્યાશક્તિબેન મજમુદાર, ડેપ્યુટી કલેક્ટર એન. એફ.ચૌધરી, ડેપ્યુટી કમીશનર ઝાંપડા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં સંબોધન કરતા જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમારે જણાવ્યું હતું કે, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ જ કઠિન છે. આજનો યુવાન દેશનું ભાવી છે. ત્યારે યુવાન જો મજબૂત હશે તો દેશના વિકાસમાં યોગદાન આપી શકશે. તેમણે વિજેતા અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા એ જણાવ્યું હતું કે, આજે ગિરનારને સર કરવા 1137 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો સખત મહેનત અને આવડતથી નંબર મેળવે છે. આ કઠિન સ્પર્ધામાં યુવાનો જે સમય અને શક્તિ લગાવે છે તેની રાજ્ય સરકારે નોંધ લીધી છે. અને ચાલુ વર્ષથી વિજેતાઓને આપવામાં આવતી ઈનામની રાશીમાં ધરખમ વધારો કર્યો છે.

આ તકે મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે, ગિરનારની આ કઠિન સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને,ભાગ લેનાર સ્પર્ધકોને અને આયોજકોને શુભેચ્છા પાઠવી હતી.તેમજ સ્પર્ધકોના જોમ અને જુસ્સાને બીરદાવ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.