AAI Recruitment 2023 : એર ઈન્ડિયામાં નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક મોટી તક છે. એર ઈન્ડિયાએ Cargo Logistics and Allied Services Company Limited (AAICLAS) એ સમગ્ર ભારતમાં સિક્યોરિટી સ્ક્રીનર (ફ્રેશર)ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ 8 ડિસેમ્બરે અથવા તે પહેલાં AAICLASની સત્તાવાર વેબસાઇટ aaiclas.aero પર જઈને અરજી કરી શકે છે.
આ પણ વાંચો : Exit Poll : કોંગ્રેસ કે ભાજપ, ક્યા રાજ્યમાં કોની સરકાર?
આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 906 જગ્યાઓ ભરવામાં આવશે. AAICLAS દેશભરમાં સિક્યોરિટી સ્ક્રિનર (ફ્રેશર) ની જગ્યાઓ માટે ત્રણ વર્ષના કરાર આધારે ભરતી કરશે. જો તમે પણ આ પોસ્ટ્સ (AAI જોબ ભારતી) પર નોકરી મેળવવા ઈચ્છુક છો, તો નીચે આપેલી બાબતોને ધ્યાનથી વાંચો.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
906 જગ્યાઓ માટે થશે ભરતી
આ ભરતી અભિયાન દ્વારા 906 સિક્યોરિટી સ્ક્રિનર (ફ્રેશર)ના ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જે લોકો પણ આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓ નીચે આપેલ નોટિફિકેશન વાંચો.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
આ નોકરી માટે જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છે છે. તેઓની ઉંમર 27 વર્ષથી વધુ હોવી જોઈએ નહિ. 27 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવાર ભરતી માટે ગેરલાયક ઠરશે. નોકરી વાંચ્છુક ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ, યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવો જોઈએ. સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 60 ટકા અને એસસી, એસટી માટે 55 ટકા ગુણ હોવા જરૂરી છે.
કેટલી ફી ભરવી પડશે
સામાન્ય અને ઓબીસી વર્ગના ઉમેદવારો માટે અરજી ફી 750 રૂપિયા નક્કી કરવામાં આવીછે. જ્યારે મહિલાઓ અને એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે આ 100 રૂપિયા અરજી ફી નક્કી કવરામાં આવી છે.
આ પણ વાંચો : 1 December : જાણો, આજનો ઈતિહાસ
નોટિફિકેશન અને અરજી કરવા માટેની લિંક
AAICLAS Recruitment 2023 અપ્લાય લિંક
AAICLAS Recruitment 2023 નોટિફિકેશન
AAICLAS માટે આ રીતે અરજી કરો
AAICLASની સત્તાવાર વેબસાઇટ aaiclas.aero પર જાઓ
હોમપેજ પર કરિયર ટેબ પર ક્લિક કરો.
ત્યાર બાદ કરિયર ટેબ પર ક્લિક કરો.
રજિસ્ટર કરો અને અરજી કરવા માટે આગળ વધો.
ફોર્મ ભરો, ફી ભરીને ફોર્મ જમા કરાવો
સંદર્ભ માટે એક પ્રિન્ટઆઉટ કાઢી લો.