શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને ધોરાજી આઈ.ટી.આઈ. દ્વારા બેચરાજી સ્થિત સુઝુકી મોટર્સ ગુજરાતમાં હાંસલપુર પ્લાન્ટ માટે

Job Fair: સુઝુકી મોટર્સમાં નોકરીની તક, ધોરાજીમાં આ તારીખે યોજાશે રોજગાર મેળો

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી
Spread the love

Job Fair in Dhoraji: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને ધોરાજી આઈ.ટી.આઈ. દ્વારા બેચરાજી સ્થિત સુઝુકી મોટર્સ ગુજરાતમાં હાંસલપુર પ્લાન્ટ માટે તા. 19 જાન્યુઆરી, 2024, શુક્રવારનાં રોજ સવારે 09.30 વાગ્યે જામકંડોરણા રોડ, ઓવર બ્રિજ પાસે આવેલ સરકારી આઈ.ટી.આઈ. ધોરાજી ખાતે રોજગાર એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પૌષ પુત્રદા એકાદશીના દિવસે વાંચો આ વ્રત કથા, મનોકામના થશે પૂર્ણ

ઉપરોક્ત કંપનીમાં એપ્રેન્ટીસ માટે વર્ષ 2021થી 2023માં ITI પાસ કરનાર તથા ફિક્સ ટર્મ કોન્ટ્રાકટ (FTC)ની જગ્યા માટે વર્ષ 2017થી 2023માં પાસ કરનાર એન.સી.વી.ટી. અથવા જી.સી.વી.ટી, આઈ.ટી.આઈ. ટ્રેડમાં ફીટર, ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, ઈલેક્ટ્રીશિયન, ટ્રેક્ટર મિકેનીક, COE-ઓટોમોબાઇલ, મશીનિસ્ટ, પેઇન્ટર ટર્નર, ટૂલ એન્ડ ડાયમેકર અને પ્લાસ્ટીક પ્રોસેસીંગ ઓપરેટરની લાયકાત ધરાવતા 18થી 24 વર્ષ સુધીની ઉંમરની કોઈપણ વ્યક્તિ આઈ.ટી.આઈ.માં ઓછામાં ઓછા 50% અને ધોરણ 10માં 40% સાથે પાસ થયેલા ઉમેદવારો ભાગ લઈ શકશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કંપનીના નિયમો મુજબ એપ્રેન્ટીસ ઉમેદવારોને રૂ.16,900/-પ્રતિમાસ CTC, ફિક્સ ટર્મ કોન્ટ્રાકટ ઉમેદવારોને રૂ. 21,500/- પ્રતિમાસ CTC તથા 2 જોડી યુનિફોર્મ, 1 જોડી સેફ્ટી શુઝ, રાહતદરે રહેવા તથા જમવાની સુવિધાઓનો લાભ મળશે.

આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ પાસપોર્ટ સાઈઝ ફોટા, સ્કૂલ તથા આઈ.ટી.આઈ. ના અસલ પ્રમાણપત્રો (5 ઝેરોક્ષ સાથે) સહિત જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે લાવવાનાં રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કંપની દ્વારા લેખિત પરીક્ષા તથા ઈન્ટરવ્યુ દ્વારા સ્ક્રીનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર :- 73831 36847, 93273 17244, 97730 60071, 91064 29506 ઉપર અથવા આઈ.ટી.આઈ. ધોરાજીનો રૂબરૂ સંપર્ક કરવા પ્રિન્સિપાલ વિકાસ ભેંસાણીયાએ અનુરોધ કર્યો છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.