Jagdish, Khabri Media Gujarat
SBI Clerk Recruitment : ભારતીય સ્ટેટ બેન્ક (SBI) દ્વારા 8000થી વધુ ખાલી જગ્યાઓ પર અરજી મંગાવવામાં આવી રહી છે. એસબીઆઈ ક્લાર્ક ભરતી 2023ની ઓનલાઈન અરજી પ્રક્રિયા આજે 17 નવેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. બેંકમાં જોબ કરવા ઈચ્છુક ઉમેદવાર એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
આ પણ વાંચો : Job News : 10 પાસ ઉમેદવારો માટે ISROમાં ભરતી, કેટલો મળશે પગાર?
એસબીઆઈ ક્લાર્ક ભરતી 2023 દ્વારા જુનિયર એસોસિએટ્સ (ક્લાર્ક)ની જગ્યા માટે કુલ 8283 ભરતી નીકળી છે. જેમાં જનરલ કેટેગરીની 3515 જગ્યા, ઓબીસીની 1919 જગ્યા, ઈડબ્લ્યુએસની 817 જગ્યા, એસસીની 1284 જગ્યા અને એસટી કેટેગરીની 784 જગ્યાનો સમાવેશ થાય છે. ઓનલાઈન અરજીની અંતિમ તારીખ 17 ડિસેમ્બર 2023 છે.
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજીની શરૂઆત – 17 નવેમ્બર 2023
અરજી કરવાની અંતિમ તારીખ – 17 ડિસેમ્બર 2023
પ્રથમ તબક્કો, પ્રિલિમ્સ પરીક્ષા – જાન્યુઆરી 2024
બીજો તબક્કો, મેન્સ પરીક્ષા – ફેબ્રુઆરી 2024
આ પણ વાંચો : પ્રેમી અને પત્નીને કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, અને પછી…
અરજી કરવા માટે ઉમેદવારની લાયકાત
ઈચ્છુક ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી કે કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ યોગ્યતા હોવી જોઈએ. ઉમેદવારની ઉંમર 20 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક અને ઉંમરની લાયકાતની વધુ જાણકારી માટે ઉમેદવાર એસબીઆઈ ક્લાર્ક ભરતીનું નોટિફિકેશન ચેક કરી શકે છે.
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
સામાન્ય, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના સંબંધિત ઉમેદવારોએ 750 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે એસસી, એસટી, અને અન્ય અનામત કેટેગરીના ઉમેદવારોને અરજી માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવી પડશે નહિ.
કેવી રીતે કરશો અરજી?
એસબીઆઈની સત્તાવાર વેબસાઈ sbi.co.inના હોમ પેઈઝ પર ઉપલબ્ધ એસબીઆઈ ક્લાર્ક ભરતી 2023 લિંક પર ક્લિક કરો. અહીં રજિસ્ટ્રેશન ડિટેલ્સ આપી સબમિટ પર ક્લિક કરો. રજિસ્ટ્રેશન ક્રેડિંશિયલ ઈમેઈલ આઈડી પર મળશે. તેની મદદથી લોગઈન કરી ફોર્મ ભરો અને ફી જમા કરવો. ત્યાર બાદ કન્ફર્મેશન પેઈઝ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટઆઉટ લઈ પોતાની પાસે રાખો.