Jharkhand: EDએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren)ના પ્રેસ સલાહકાર (Press Adviser)અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુને સમન્સ જારી કર્યા છે. અને 1250 કરોડ રૂપિયાના ગેરકાયદે પથ્થર ખનન કેસમાં 16 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે.
આ જ કેસમાં EDએ સાહિબગંજના ડેપ્યુટી કમિશનર રામનિવાસ યાદવને 11 જાન્યુઆરીએ અને આર્કિટેક્ટ અને પિન્ટુના સહયોગી વિનોદ સિંહને 15 જાન્યુઆરીએ સમન્સ પાઠવ્યા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
EDએ મુખ્યમંત્રીના પ્રેસ સલાહકાર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુને સમન્સ જારી કર્યા છે અને 1250 કરોડ રૂપિયાના ગેરકાયદે પથ્થર ખનન કેસમાં 16 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે.
આ જ કેસમાં EDએ સાહિબગંજના ડેપ્યુટી કમિશનર રામનિવાસ યાદવને 11 જાન્યુઆરીએ અને આર્કિટેક્ટ અને પિન્ટુના સહયોગી વિનોદ સિંહને 15 જાન્યુઆરીએ સમન્સ પાઠવ્યા છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
3 જાન્યુઆરીએ EDએ ત્રણેય આરોપીઓ સાથે સંબંધિત જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં વિનોદ સિંહના ઠેકાણા પરથી 25 લાખ રૂપિયા અને ડેપ્યુટી કમિશનર રામનિવાસ યાદવના ઠેકાણા પરથી 7.25 લાખ રૂપિયાની રોકડ ઉપરાંત 21 કારતૂસ અને 5 શેલ પણ મળી આવ્યા હતા.
આ પણ વાંચો: Kutch: રણ સોંસરવા નીકળેલા રોડની મનમોહક સુંદરતા માણીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રોમાંચિત થયા
પિન્ટુના ઘરેથી ડિજિટલ ઉપકરણો મળી આવ્યા હતા, જેનો ડેટા કાઢવામાં આવ્યો છે. ED તમામ પૈસા અને દસ્તાવેજો પર તેની પૂછપરછ કરશે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.