Jaipur Fire : રાજસ્થાનના જયપુરમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. ઘરમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો છે. સીએમ દ્વારા તંત્રને નિર્દેશ આપ્યા છે કે ઘાયલોને યોગ્ય સારવારમાં આપવામાં આવે.
આ પણ વાંચો – 21 March : જાણો, આજનો ઈતિહાસ
Jaipur Fire : રાજસ્થાનની રાજધાની જયપુરમાં મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક ઘરમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો છે. સીએમ દ્વારા તંત્રને નિર્દેશ આપ્યા છે કે ઘાયલોને યોગ્ય સારવારમાં આપવામાં આવે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ઘટના જયપુરમાં વિશ્વકર્માના જૈસલ્યા ગામના યાદવ માર્કેટની છે. જણાવાઇ રહ્યું છે, કે આગ સૌપ્રથમ ઘરમાં રહેલા સિલિન્ડરમાં લાગી હતી. તમામ મૃતકો બિહારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, ફોરેન્સિક ટીમ પણ તપાસમાં જોડાઈ છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
સવારે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે “જયપુરના વિશ્વકર્મામાં ભીષણ આગ લાગતા 5 લોકોના મોતના સમાચાર હ્રદય વિદારક છે. પરમપિતા પરમાત્મા તેઓના દિવંગત આત્માઓને પોતાના ચરણોમાં સ્થાન આપે તેમજ પરિજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે. ઘાયલ લોકો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરું છું. ઘાયલો શક્ય તમામ સારવાર મળે તે માટે નિર્દેશ પણ આપવામાં આવ્યાં છે.”