Dinesh Rathod, Gujarat, Khabri Media
Junagadh: જૂનાગઢમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે ભારતે સ્પેસ એટલે કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભરેલી હરણફાળને દર્શાવતી સ્પેસ પ્રદર્શનને ઈસરો (ISRO)ના અમદાવાદ ખાતેના વિક્રમ સારાભાઈ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ સ્પેસ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ રસપૂર્વક ઈસરોએ અવકાશમાં છોડેલા ઉપગ્રહ, રોકેટ વગેરેના મોડેલ્સ નિહાળ્યા હતા. વિજ્ઞાનના સિદ્ધાંતો રહસ્યો જાણી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવાની પ્રેરણા પણ પ્રાપ્ત થઈ હતી.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો
આ પ્રસંગે SACના ડાયરેક્ટર નિલેશ દેસાઈ ભારતે અવકાશ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ વર્ણવતું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. બહાઉદીન વિજ્ઞાન કોલેજના આચાર્ય આર. પી. ભટ્ટે સ્પેસ પ્રદર્શનની રૂપરેખા આપી પધારેલા મહેમાનો અને વૈજ્ઞાનિકોનો પરિચય આપ્યો હતો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વી.પી. ચોવટીયા, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, બહાઉદીન વિનયન કોલેજના આચાર્ય પી.વી. બારસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ચંદ્રયાન 3ની સફળતા બાદ આદિત્ય એલ વન સુધીની અને ભવિષ્યની ઈસરોની સિધ્ધિ યાત્રા આ એક્ઝિબિશનમાં આવરી લેવાયેલ છે. ઇસરો દ્વારા અવકાશમાં છોડેલા ઉપગ્રહો, તે માટે બનાવેલા રોકેટો તેના ઇન્ટરેક્ટિવ મોડલ્સ આ પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે.
જે નિહાળી વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન વિશે જિજ્ઞાસા પેદા કરી હતી. ખાસ કરીને આ પ્રદર્શન તા.૫ નવેમ્બરનાં જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
આ સ્પેસ પ્રદર્શનમાં બહાઉદીન વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ વોલેન્ટિયર તરીકે સેવા આપી, સમગ્ર પ્રદર્શનમાં રાખવામાં આવેલ પેનલ અને મોડેલ્સની મુલાકાતે આવનાર વિદ્યાર્થીઓને સમજ આપી રહ્યા છે.
ઈસરોના અમદાવાદ ખાતેના વિક્રમ સારાભાઈ સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આયોજિત સ્પેસ પ્રદર્શનની બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ યજમાન બની છે.
આ પણ વાંચો: રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ રાજકોટમાં યોજી બેઠક, આપી આ સૂચના
સિનિયર સાયન્ટિસ્ટ એન.જે. ભટ્ટ અને પરેશ સરવૈયા, ચિરાગ દિવાન ઉપસ્થિત રહી, સ્પેસ પ્રદર્શન સંબંધી જરૂરી સંકલન કરી રહ્યા છે. જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવાસિયા, ગીર સોમનાથ કલેક્ટર એચ.કે.વઢવાણિયા, ત્રણેય જિલ્લાના ચૂંટણી અધિકારીઓ (ERO) ઉપસ્થિત રહ્યા હતા.