Jagdish, Khabri Media Gujarat, Ahmedabad : ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે ગાડી હંકારી 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટ તરફથી શરતી જામીન મળ્યાં છે. આ પહેલા કેન્સરની સારવાર માટે પ્રજ્ઞેશ પટેલ સેસન્સ અને હાઈકોર્ટમાં જામીન માંગી ચૂક્યો હતો, પરંતું કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી થતા તેને શરતી જામીન મળી ગયાં છે.
આ પણ વાંચો : આ તારીખથી શરૂ થશે ફિલ્મ ‘ટાઇગર 3’નું એડવાન્સ બુકિંગ
આ શરતે મળ્યાં પ્રજ્ઞેશ પટેલને જામીન
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
ઈસ્કોન બ્રિજના ચકચારી અકસ્માતમાં આરોપી તથ્ય પટેલ અને ઘટના સ્થળે દાદાગીરી કરનાર આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલ લાંબા સમયથી જેલમાં બંધ હતા. જો કે આજે આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને હાઈકોર્ટ તરફથી શરતી જામીન મંજૂર થયા છે. ગુજરાત હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલને ગુજરાત છોડી બહાર ન જવાની શરતે જામીન આપ્યાં છે. ત્યારે લાંબા સમયથી જેલમાં બંધ પ્રજ્ઞેશ પટેલ બહાર આવશે. ઉલ્લેખનીય છે, કે આ પહેલા પણ કેન્સરની સારવાર માટે મુંબઈ જવાનું કહી જામીન અરજી કરી હતી, પરંતું કોર્ટે તેની જામીન અરજી ફગાવી દેતા જેલ વિભાગને આદેશ આપ્યો હતો, કે ગુજરાતના કેન્સર વિભાગમાં સારવાર આપવામાં આવે.
આ પણ વાંચો : મરાઠા અનામત આંદોલન : ગુજરાત-મહારાષ્ટ્ર બસ સેવા ઠપ્પ
જાણો, શું હતી સમગ્ર ઘટના
19 જુલાઈની રાત્રે ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માત માટે બચાવકાર્ય શરૂ હતુ, તે દરમિયાન રોડ પર હાજર લોકોને તથ્ય પટેલે પૂરપાટ ઝડપે કાર હંકારી અડફેટે લેતા 9 લોકોના મોત થયા હતા. ઘટના બાદ લોકોએ આરોપીને ઢોર માર માર્યો હતો. ઘટનાની જાણ થતા તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે દાદાગીરી કરી તથ્ય પટેલને છોડાવ્યો હતો. આ ચકચારી ઘટનાએ અમદાવાદ જ નહિ પણ ગુજરાતને હચમચાવી નાંખ્યું હતુ. અકસ્માત સર્જનાર તથ્ય પટેલ 140 કિમી પ્રતિકલાકની સ્પીડે ગાડી દોડાવી હોવાનું તપાસમાં બહરા આવ્યું હતું. જો કે ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી જેલ ભેગા કર્યાં હતા.