IPL 2024 KKR vs RCB: આજની મેચમાં કોણ બનશે ગેમ ચેન્જર?

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

IPL 2024 KKR vs RCB: આજે બેંગાલુરુ અને કોલકાત્તા વચ્ચે મેચ રમાનાર છે. આ મેચમાં વિરાટ કોહલી અને આંદ્રે રસલ પોતાની ટીમો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો – જાણો, કેટલી સંપતિનો માલિક છે મુખ્તાર અંસારી

PIC – Social Media

IPL 2024 KKR vs RCB: IPL 2024ની 10મી મેચ RCB અને KKR વચ્ચે રમાશે. આરસીબીએ અત્યાર સુધી બે મેચ રમી છે અને આ દરમિયાન એક મેચ જીતી છે. KKRએ માત્ર એક જ મેચ રમી છે અને તેમાં જીત મેળવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આન્દ્રે રસેલ કોલકાતા માટે કમાલ કરી શકે છે. રસેલ અને કોહલીએ તેમની અગાઉની મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

આન્દ્રે રસેલ

આન્દ્રે રસેલ તેની વિસ્ફોટક બેટિંગ માટે ખૂબ જ લોકપ્રિય છે. રસેલે છેલ્લી મેચમાં અણનમ 64 રન બનાવ્યા હતા. આ દરમિયાન 3 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આઈપીએલમાં તે અત્યાર સુધી 113 મેચ રમી ચૂક્યો છે. રસેલે આ દરમિયાન 2326 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 88 રન રહ્યો છે. રસેલ આરસીબી સામે પણ કમાલ કરી શકે છે. તે ફિનિશરની ભૂમિકામાં પણ ફિટ બેસે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

વિરાટ કોહલી

વિરાટ કોહલી આક્રમક બેટિંગમાં માહેર છે. પરંતુ તેઓ પરિસ્થિતિ જોઈને રમે છે. કોહલી આ સિઝનની પોતાની પ્રથમ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ તેણે ઇનિંગ્સને સંભાળવાનો પૂરો પ્રયાસ કર્યો. જોકે આ પછી બીજી મેચમાં તેણે શાનદાર બેટિંગ કરી હતી. કોહલીએ આ સિઝનમાં બે ઇનિંગ્સમાં 98 રન બનાવ્યા છે. આ દરમિયાન એક અડધી સદી ફટકારી છે. કોહલી કોલકાતા સામે પણ પોતાની તાકાત બતાવી શકે છે. તેઓ હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે.

આ પણ વાંચો – મુખ્તાર અંસારીનું મોત અમારા માટે હોળી, જાણો કોણે કહ્યું આવું?

PIC – Social Media

ફાફ ડુ પ્લેસિસ

આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ઘણી વખત પોતાનો બેટિંગ પાવર બતાવ્યો છે. અત્યાર સુધી તેણે 132 મેચમાં 4171 રન બનાવ્યા છે. ડુપ્લેસિસનો IPLનો સર્વશ્રેષ્ઠ સ્કોર 96 રન છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં ડુ પ્લેસિસ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 3 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 35 રનની મહત્વની ઈનિંગ રમી હતી. જોકે આ મેચમાં આરસીબીને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેઓ KKR સામે મેદાનમાં ઉતરશે.