વર્ષના છેલ્લા મહિને મોંઘવારીનો માર, LPGના ભાવમાં વધારો

ખબરી ગુજરાત બિઝનેસ રાષ્ટ્રીય
Spread the love

LPG Price Hike : વર્ષના અંતિમ મહિને મોંઘવારીનો ફટકો પડ્યો છે. હા, મહિનાના પહેલા જ દિવસે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 41 (LPG Price Hike)નો વધારો કર્યો છે. જોકે આ વધારો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર (LPG Price Hike)ના ભાવમાં કરવામાં આવ્યો છે. . અપડેટ કરાયેલા ભાવો અનુસાર, રાજધાની દિલ્હીમાં એક સિલિન્ડરની કિંમત હવે વધીને 1796.50 રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો : 1 Dec nu rashi fal: કેવો રહેશે આપનો દિવસ

PIC – Social Media

નવા ભાવ આજથી જ લાગુ

એલપીજી સિલિન્ડરનો નવો ભાવ IOCL વેબસાઇટ પર અપડેટ કરવામાં આવ્યો છે. બદલાયેલ કિંમતો 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવી છે. નોંધનીય છે, કે દિવાળી પહેલા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 103 રૂપિયાનો વધારો કર્યો હતો અને 1 નવેમ્બર 2023ના રોજ દિલ્હીમાં તેની કિંમત 1833.00 રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ 16 નવેમ્બરે છઠના તહેવારે આ પહેલા આના પર રાહત આપવામાં આવી હતી અને સિલિન્ડરની કિંમત 50 રૂપિયા ઘટીને 1755.50 રૂપિયા થઈ હતી. પરંતુ વર્ષના અંત સુધીમાં કિંમતોમાં ફરી એકવાર 41 રૂપિયાનો વધારો થયો હતો.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

મહાનગરોમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત

લેટેસ્ટ ફેરફારો બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમતો વિશે વાત કરીએ તો, રાજધાની દિલ્હીમાં આજથી 19 કિલોનો LPG સિલિન્ડર 1755.50 રૂપિયાને બદલે 1796.50 રૂપિયામાં મળશે. તો કોલકાતામાં તેની કિંમત 1885.50 રૂપિયાથી વધારીને 1908.00 રૂપિયા કરવામાં આવી છે. મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1728.00 રૂપિયાને બદલે 1749.00 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં તે 1942.00 રૂપિયાને બદલે 1968.50 રૂપિયામાં મળશે.

રાંધણ ગેસનો ભાવમાં સ્થિરતા

એક તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે તો બીજી તરફ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો યથાવત રાખી છે. IOCLની વેબસાઇટ અનુસાર, તે દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયામાં છે.