Firing in Russia : રશિયાના કબ્જાવાળા યુક્રેનની એક બજારમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આશરે 25 લોકોના મોત થયા છે. જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે.
આ પણ વાંચો : Bilkis Bano case : તમામ 11 આરોપીઓએ કર્યું ગોધરા જેલમાં સરેન્ડર
Firing in Russia : રશિયાના (Russia) દોનેત્સ્ક શહેરમાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. રશિયાના કબ્જા હેઠળના દોનેત્સ્ક શહેરમાં આવેલી એક બજારમાં રવિવારે (21 જાન્યુઆરી) અંધાધૂંધ ફાયરિંગ (Firing) થયું. જણાવાય રહ્યું છે કે આ ઘટનામાં 25 લોકોના મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલો સવારે દોનેત્સ્ક શહેરના તેકસ્તિલશચિકમાં થયો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
દોનેત્સ્કમાં રશિયા દ્વારા નિયુક્ત મુખ્ય અધિકારી ડેનિસ પુશિલિને જણાવ્યું કે, હુમાલમાં બે બાળકો સહિત 20 લોકો ઘાયલ થયા છે. વધુમાં તેઓએ કહ્યું કે ફાયરિંગ યુક્રેનની સેના તરફથી કરવામાં આવ્યું હતુ. જો કે યુક્રેને (Ukraine) હજુ સુધી આ ઘટનાને લઈ કોઈ નિવેદન આપ્યું નથી.
પુશિલિને જણાવ્યું કે ઈમરજન્સી સેવાના કર્મચારીઓ દ્વારા ઘટનાસ્થળે બચાવકાર્ય કરી રહ્યાં છે. જ્યારે સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે રવિવારે રશિયાના ઉસ્ત-લુગા બંદર પર એક રાસાયણિક પરિવહન ટર્મિનલમાં બે વિસ્ફોટ બાદ આગ લાગી હતી. સાથે જણાવાયું કે, બંદર પર યુક્રેની ડ્રોન દ્વારા હુમલો (Drone Strike) કરવામાં આવ્યો હતો. જેનાથી એક ગેસ ટેન્કમાં વિસ્ફોટ થયો અને આગ લાગી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
રશિયામાં આવેલા કિંગિસેપ વિસ્તારમાં બંદરના પ્રમુખ યુરી જાપલાત્સ્કીએ નિવેદન આપતા કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આ જિલ્લાને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે હુમલો શહેરના દક્ષિણ પશ્ચિમ ઉપનગરમાં થયો હતો. જે પૂર્વના મોરચાથી 15 કિમી દૂર છે. સ્થાનિક નિવાસી તાતિયાનાએ કહ્યું કે તેના ઉપરથી આવતા વિધ્વંશકનો અવાજ સાંભળ્યો અને તે બજારમાં દુકાન નીચે સંતાઈ ગઈ હતી.