ભારતની સૌથી અમીર મહિલાએ છોડ્યો કોંગ્રેસનો હાથ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Savitri Jindal Resigns : સાવિત્રી જિંદાલ હરિયાણા સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. હાલ તેઓ ઓપી જિંદાલ ગૃપના ચેરમેન છે. તેઓએ સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામાની ઘોષણા કરી છે.

આ પણ વાંચો – MI Vs SRH : હાર્દિકની ખરાબ કેપ્ટનશિપ પર પૂર્વ ક્રિકેટર્સ લાલઘૂમ

PIC – Social Media

Savitri Jindal Resigns : લોકસભા ચૂંટણી (Loksabha Election) પહેલા કોંગ્રેસને દરરોજ એક પછી એક આંચકો મળી રહ્યો છે. હવે ભારતના સૌથી અમીર મહિલા (Rich Lady) અને દેશના ટોપ અમીરોની લિસ્ટમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસનો (Congress) સાથ છોડ્યો છે. આપને જણાવી દઈએ કે તેના દીકરા નવિન જિંદાલ (Naveen Jindal) પહેલા જ કોંગ્રેસ છોડી ભાજપમાં ભળી ચૂક્યા છે. એવામાં અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે સાવિત્રી જિંદાલ પણ બીજેપીનો હાથ પકડી શકે છે. જો કે હજુ સુધી તેને લઈ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સાવિત્રી જિંદાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના રાજીનામાં અંગે જાણકારી આપી છે. તેઓએ લખ્યુ છે કે, “મે ધારાસભ્ય તરીકે 10 વર્ષ હિસારની જનતાનું પ્રતિનિધિત્વ કર્યું અને મંત્રી તરીકે હરિયાણા પ્રદેશની નિસ્વાર્થ સેવા કરી છે. હિસારની જનતા મારો પરિવાર છે અને હું મારા પરિવારની સલાહ પર આજે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી રહી છુ. કોંગ્રેસ નેતૃત્વના સમર્થન માટે તેમજ તમામ સાથીઓ જેણે હંમેશા મને સહિયોગ આપ્યો અને માન સન્માન આપ્યુ, તેની હંમેશા આભારી રહીશ.”

સાવિત્રી જિંદાલની નેટવર્થ કેટલી છે?

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, સાવિત્રી જિંદાલ દેશની સૌથી અમીર મહિલા છે. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા અમીર લોકોની સાથે દેશના ટોચના 5 ધનિકોમાં પણ તેનો સમાવેશ થાય છે. જો આપણે વિશ્વના અમીરોમાં તેની રેન્કિંગ વિશે વાત કરીએ તો તે 56માં નંબર પર છે. તેમની કુલ સંપત્તિ 30 બિલિયન ડોલર એટલે કે અંદાજે 2.5 લાખ કરોડ રૂપિયા છે. આ સાથે તે વિશ્વની સાતમી સૌથી અમીર માં પણ છે. સાવિત્રી જિંદાલ ઓપી જિંદાલ ગ્રુપના ચેરમેન છે. તે અગ્રોહા સ્થિત મહારાજા અગ્રસેન કોલેજના પ્રમુખ પણ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કેવી રહી સાવિત્રી જિંદાલની રાજકીય કારકિર્દી?

સાવિત્રી જિંદાલ 10 વર્ષથી હિસાર મતવિસ્તારથી ધારાસભ્ય છે. તે હરિયાણા સરકારમાં મંત્રી પણ રહી ચૂકી છે. 2005 માં વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અને જિંદાલ ગ્રુપના સ્થાપક ઓપી જિંદાલના મૃત્યુ પછી, સાવિત્રીએ હિસારથી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી અને જીતી. 2009માં તેઓ ફરી એકવાર આ બેઠક પરથી જીત્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમને 2013 સુધી હરિયાણા સરકારમાં મંત્રી પદ આપવામાં આવ્યું હતું. જોકે, 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.

નવીન જિંદાલ ભાજપમાં જોડાયા

સાવિત્રી જિંદાલે એવા સમયે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે જ્યારે તેમના પુત્ર અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (JSPL)ના ચેરમેન નવીન જિંદાલ થોડા દિવસો પહેલા ભાજપમાં જોડાયા છે. તેઓ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. નવીન જિંદાલને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.