Vibrant Gujarat Global Summit 2024: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદીએ ભારતે મેળવેલી આર્થિક સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી.
આ પણ વાંચો : ગોવા હત્યા કેસ : પોસમોર્ટમમાં થયો ચોંકાવનારો ખુલાસો
Vibrant Gujarat Global Summit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (10 જાન્યુઆરી) વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધિત કરતી વખતે દરેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. PMએ આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. હવે ભારત આગામી 25 વર્ષ માટે તૈયારી કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય ભારતને તેની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં વિકસિત દેશ બનાવવાનો છે.
પીએમ મોદીએ કહ્યું, કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આર્થિક વિકાસ અને રોકાણ માટે વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. ભારત અને UAEએ ફૂડ પાર્કના વિકાસ, રિન્યુએબલ એનર્જીમાં સહયોગ અને હેલ્થકેરમાં રોકાણ માટે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું કે UAEની કંપનીઓ ભારતના પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અબજો ડોલરનું રોકાણ કરવા સહમત થઈ છે. ભારત અને યુએઈએ તેમના સંબંધોને નવી ઊંચાઈએ લઈ ગયા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પીએમ મોદીએ UAEના વખાણ કર્યાં
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે અમે આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને ભારત-UAE સંબંધોના ગાઢ થવાનો શ્રેય આપ્યો. PMએ કહ્યું કે ભારત ઝડપથી બદલાતી વિશ્વ વ્યવસ્થામાં વિશ્વ મિત્ર તરીકે આગળ વધી રહ્યું છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
રસપ્રદ વાત એ છે કે પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિને ભાઈ કહ્યા હતા. તેણે કહ્યું કે નાહિયાન ભારત આવ્યા તે તેના માટે સન્માનની વાત છે. ગુજરાત સમિટમાં પીએમ મોદીએ કહ્યું, કે તમામ મોટી રેટિંગ એજન્સીઓનું માનવું છે કે આગામી થોડા વર્ષોમાં ભારત વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક બની જશે. તેમણે કહ્યું કે વિશ્વ ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સ્થિરતા અને વૃદ્ધિના એન્જિનના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે જુએ છે.
થોડા વર્ષોમાં ભારતનો ટોપ 3 અર્થવ્યવસ્થામાં સમાવેશ થશે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જ્યારે 10 વર્ષ પહેલા ભારત 11મા સ્થાને હતું. આજે વિશ્વની દરેક મોટી રેટિંગ એજન્સીનો અંદાજ છે કે આગામી થોડા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે એવા સમયે જ્યારે વિશ્વ અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે. ત્યારે ભારત વિશ્વમાં વિશ્વાસના નવા કિરણ તરીકે ઉભરી આવ્યું છે.
આ પણ વાંચો : જાણવા જેવું : જાણો, સાંપ સામાન્ય રીતે કેટલી નિંદર માણે છે?
લોકોને સંબોધિત કરતી વખતે પીએમએ વિશ્વમાં બદલાતી વિશ્વ વ્યવસ્થા વિશે વાત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત ઝડપથી બદલાતી વિશ્વ વ્યવસ્થામાં વિશ્વામિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. ભારતે વિશ્વને વિશ્વાસ અપાવ્યો છે કે આપણે સામાન્ય લક્ષ્યો નક્કી કરી શકીએ છીએ અને આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ. વિશ્વ કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા, વફાદારી, પ્રયાસો અને સખત મહેનત આજના વિશ્વને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહ્યું છે.