China Mystery Disease: ચીનમાં ફેલાઈ રહેલી રહસ્યમય બિમારીને લઈ આખા વિશ્વમાં ચિંતાનો મહોલ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને World Health Organization) પણ આ મામલે ચીન પાસે માહિતી માંગી છે. પરંતુ ચીનનું કહેવું છે કે આ બિમારી (Disease) ગંભીર નથી. જ્યારે ભારતીય ડોક્ટરો આ બિમારીને લઈ ચેતવણી આપી રહ્યાં છે.
આ પણ વાંચો : આ તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ સુંદર
ચીનમાં બાળકોમાં H9N2ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ચીનની આ બિમારી પર ભારતના ડોક્ટર્સ પણ નજર રાખી રહ્યાં છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. અજય શુક્લાએ લોકોને સાવધાન રહેવા તેમજ સ્વચ્છતા રાખવાની સલહા આપી છે. આ પ્રકારની બિમારીઓ સામે લડવા ડોક્ટરે કહ્યું કે જો શ્વાસ સંબંધિત બિમારી થાય તો સવાધન રહો અને બીજાના સંપર્કમાં આવવાથી બચો.
સોશિયલ ડિસ્ટન્સ રાખો
ડોક્ટર શુક્લાએ કહ્યું, કે હું લોકોને સાવધાન રહેવાની સલાહ આપું છુ. સ્વચ્છતા પર નિયમિતપણે ધ્યાન આપો. જો કોઈને શ્વાસ સંબંધિત બિમારી કે સંક્રમણ છે, તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. કેમ કે આ વાયરલ બિમારી છે અને બીજા લોકો પણ તેનાથી સંક્રમિત થઈ શકે છે.
આ પણ વાંચો : Telangana Election 2023: ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ શા માટે કહ્યું, બાય-બાય KCR
પ્રમાણિત માસ્કનો ઉપયોગ કરો
ચીનમાં ઝડપથી બાળકોમાં ન્યુમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનમાં બાળકોને દાખલ કરવા માટે વેઈટિંગમાં રહેવું પડે છે. એવામાં ડોક્ટર્સ દ્વારા એન95 અને એન99 માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ વાંરવાર હાથ ધોવા અને સુરક્ષિત, સ્વસ્થ વહેવાર રાખવાની સલાહ આપવામાં આવી છે.
બાળકોમાં બિમારીના લક્ષણ જોવા મળે તો શાળાએ ના મોકલો
બાળકોમાં સાવધાની રાખવા બાબતે જણાવતા ડો. શુક્લાએ કહ્યું, કે જો બાળકો શાળાએ જાય છે, તો ધ્યાન રાખો કે તમારા બાળકને તાવ, ખાંસી કે શરદીના લક્ષણો નથી ને? તેની સાથે વાત કરો પૂછો કે તેની શાળામાં કોઈ બાળક આ બિમારીથી પીડિત છે? જો એવું હોય તો સ્કુલ શિક્ષકને આ વિશે જાણ કરો અને જો તમારુ બાળક બિમાર હોય તો તેને શાળાએ મોકલવાનું ટાળો.
બાળકોમાં સંક્રમણ વધવાનું કારણ
કોરોનાને કારણે બાળકોની રોગ પ્રતિકારક શક્તિને અસર થઈ છે. જેના કારણે બાળકો ઝડપથી બિમારીની ઝપેટમાં આવી જાય છે. કેટલાક નિષ્ણાંતોએ બાળકોમાં સંક્રમણ વધવાને લઈ જાણકારી આપતા કહ્યું, કે કોવિડના કારણે ચીનમાં આપણે ઘણાં ચુસ્ત લોકડાઉન થતા જોયા છે. તેના કારણે બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો છે. જેમાં સામાન્ય લોકો અને બાળકો પર ઘણી અસર થઈ છે. રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોવાથી બિમારીના કેસમાં ઉછાળો આવ્યો છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
જણાવી દઈએ કે હજુ ભારતમાં આ પ્રકારનો એક પણ કેસ સામે આવ્યો નથી. ડો. શુક્લાએ લોકોને કહ્યું કે ગભરાવાની જરૂર નથી. આ નવા ઈન્ફ્યુએન્જા વિશે જેટલી જાણકારી છે, તેના પરથી લાગી રહ્યું છે કે મહામારી જેવી સ્થિતિ સર્જાશે નહિ.