ઇન્ડિયન આર્મીને મળશે વિધ્વંશક ટેન્ક, દુશ્મનના છક્કા છોડાવી દેશે

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Arjun- Mk 1A MBT: ઈન્ડિયન આર્મીમાં વધુ એક મારક હથિયારનો ઉમેરો થવા જઈ રહ્યો છે. ભારતીય સેનાને સપ્ટેમ્બર 2024માં નવી ટેન્ક મળશે. ચેન્નઈમાં આવેલી હેવી વ્હિકલ ફેક્ટરી 18 Arjun Mk-1A ટેન્ક પૂરી પાડશે. ટેન્કના તમામ યુનિટ મળતા હજુ 3 વર્ષનો સમય લાગશે. નવી અર્જુન ટેન્ક પોતાના જુના વર્જન કરતા વધુ શ્રેષ્ઠ, આધુનિક, ખતરનાક અને વિધ્વંશક છે.

આ પણ વાંચો : જાણો, દેશના સૌથી મોટા બ્રિજ અટલ સેતુની કહાની

PIC – Social Media

આ ટેન્કમાં કોમ્પ્યુટર કન્ટ્રોલ્ડ ફાયર કન્ટ્રોલ સિસ્ટમ છે. એટલે કે દિવસ હોય કે રાત આ ટેન્ક દ્વારા ટાર્ગેટ પર સટિક લક્ષ્ય સાધવામાં સરળતા રહેશે. કમાંડરના 360 ડિગ્રી વ્યુ હશે જેથી તે યુદ્ધના મેદાનમાં ચારે બાજુ જોઈ શકશે. તે સિવાય આ ટેન્કમાં ઓટોમેટિક ટાર્ગેટ ટ્રેકર લાગેલું હશે. જેથી ટાર્ગેટને ટ્રેક કરવું સરળ બનશે.

યોગ્ય ટ્રેકિંગ થી ટાર્ગેટ પર સિટિક લક્ષ સાધી શકાય છે. ઉપરાંત તેમાં રિમોટ કન્ટ્રોલ્ડ વેપન સ્ટેશન પણ છે જે ટેન્કને નજીકના ટાર્ગેટને ધ્વસ્ત કરવામાં મદદ કરશે. આ સિવાય ટેન્કની અંદર બેઠેલા ક્રુને સામે આવવાની જરૂર નહિ પડે. આ ટેન્કમાં બેરેલ એટલે કે નળીની મુવમેન્ટે સુધારવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social media

ટેન્કની ખાસિયત

આ ટેન્કનું વજન 68 ટન છે. ટેન્કની લંબાઈ 10.64 મીટર અને પહોળાઈ 10.64 મીટર છે. તેની ઉંચાઈ 9.2 મીટર છે. ટેન્કમાં ચાર ક્રુ મેમ્બર બેસી શકે છે. એક કમાંડર, એક ગનર, એક લોડર અને એક ડ્રાઇવર. તેમાં ERA-NERA, Kanchan કવચ લાગેલું છે. જેના વિશે સરકારે હજુ ખુલાસો કર્યો નથી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ સિવાય ટેન્કની ઉપર એક 12.7 મિલિમીટરની એનએસવી મશીન ગન હોય છે. સાથે જ MAG 7.62 Tk715 કોએક્સિયલ મશીન ગન હોય છે. ઉપરાંત 12 સ્મોક ગ્રેનેડ હોય છે. તેનું એન્જિન ટેન્કને 1400 હોર્સપાવરની તાકાત આપે છે. ટેન્કનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 1.6 ફૂટ છે.

આ ટેન્કમાં ફ્યુલ ટેન્કની કેપિસીટી 1610 લિટરની છે. જે એકવારમાં 450 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. આ ટેન્કની મહતમ ગતિ 70 કિમી પ્રતિકલાકની છે. ક્રોસ કન્ટ્રી માટે તેને 40 કિલોમીટર પ્રતિકલાક સુધીની સ્પીડે દોડાવી શકાય છે.