IND vs SA : કેપટાઉન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ સાઉથ આફ્રિકાના બેટ્સમેનો મોહમ્મદ સિરાજની સામે રીતસર સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : સાક્ષી મલિકે બ્રિજભૂષણ પર લગાવ્યો વધુ એક આરોપ
IND vs SA : કેપટાઉનમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનોને ભારતીય બોલરોએ ઘૂંટણીયે પાડી દીધા છે. મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) પહેલા જ સેશનમાં દક્ષિણ આફ્રિકાની ટીમના 5 બેટ્સમેનોને આઉટ કરીને ઈતિહાસ રચ્યો છે. મિયાં ભાઈ તરીકે જાણીતા ઝડપી બોલર મોહમ્મદ સિરાજે એક પછી એક વિકેટ લેવાનું શરૂ કર્યું હતુ. ભારતીય બોલરોના તરખાટ સામે આફ્રિકન ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સિરાજે મેચમાં 9 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે એડન માર્કરામ, ડીન એલ્ગર, ટોની ડી જોર્જી, ડેવિડ બેડિંગહામ, કાયલ વર્ગ્ને અને માર્કો જેન્સેનની વિકેટ ઝડપી હતી. આફ્રિકાએ 15 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ 34ના સ્કોર પર 5મી વિકેટ પડી હતી.
ત્યાર બાદ આફ્રિકાની આખી ઈનિંગ 55 રનોમાં જ સંકેલાઇ ગઈ હતી. મેચમાં મોહમ્મદ સિરાજે એવો તરખાટ મચાવ્યો કે આફ્રિકાની ટીમ માટે વેરિયનેએ 15 અને બેડિંઘમે 12 રન બનાવ્યા હતા. અન્ય બેટ્સમેન બે આંકની સંખ્યા પણ સ્પર્શી શક્યા નહોતા.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ભારત વિરુદ્ધ સૌથી શરમજનક સ્કોર
ટેસ્ટ ઇતિહાસમાં ભારતીય ટીમ વિરુદ્ધ આફ્રિકાની ટીમનો કોઈ એક ઇનિંગમાં આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા સાઉથ આફ્રિકાની ટીમે નવેમ્બર 2015માં ભારત વિરુદ્ધ સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ત્યારે નાગપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં આફ્રિકાની ટીમ 79 રનોમાં જ સંકેલાઈ ગઈ હતી. તે મેચમાં સ્પિન રવિચંદ્રન અશ્વિને પહેલી ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : સાક્ષી મલિકે બ્રિજભૂષણ પર લગાવ્યો વધુ એક આરોપ
સાઉથ આફ્રિકાનો ઘર આંગણે ભારત સામે આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા યજમાન આફ્રિકાએ ભારત સામે ડિસેમ્બર 2006માં સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. ત્યારે આફ્રિકાની ટીમ જ્હોનસબર્ગમાં 84 રનોમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એ મેચમાં ઝડપી બોલર શ્રીસંતે પહેલી ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી.