હેવાનિયતની પણ હદ હોય! દુષ્કર્મનો આ કિસ્સો જાણી ધ્રુજી જશો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Crime News : આંધ્ર પ્રદેશમાં હેવાનિયતની એવી ઘટના સામે આવી છે કે જેને જાણીને તમે પણ ધ્રુજી જશો, એક સગીરાને 11 હવસના પૂજારીઓ 4 દિવસ સુધી પિંખતા રહ્યાં હતા. આ મામલે પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : ધૂમ્મસના કારણે થાય છે હજારો લોકોના મોત, જાણો ક્યાં સૌથી વધુ મોત

Crime News : આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઓડિશાની એક સગીરા પર દુષ્કર્મ આચરવા મામલે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે (જાન્યુઆરી 1, 2024) એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સગીરનું 4 દિવસ સુધી અલગ-અલગ સમયે અલગ-અલગ લોકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતી પર પહેલા એક મજૂર અને તેના મિત્રએ બળાત્કાર ગુજાર્યો હતો, ત્યારબાદ તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે તે આત્મહત્યા કરવા માટે વિશાખાપટ્ટનમના આરકે બીચ પર પહોંચી ત્યારે તે ત્યાં એક ફોટોગ્રાફર મળ્યો હતો. ફોટોગ્રાફર પીડિતાને એક લોજમાં લઈ ગયો, જ્યાં તેણે પોતે અને તેના 8-9 મિત્રોએ પીડિતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ મામલે તમામ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિતા સાથે દુષ્કર્મનો પહેલો બનાવ 17 ડિસેમ્બરે બન્યો હતો. આ પછી 20, 21 અને 22 ડિસેમ્બરે ફરી 8-9 લોકોએ તેને હવાસનો શિકાર બનાવી. પોલીસ અધિકારીએ કહ્યું કે પીડિતા સાથે 18 અને 19 ડિસેમ્બરે પણ આવી જ કોઈ ઘટના બની હતી કે કેમ તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પહેલા ઝારખંડના પ્રવાસી મજૂર અને તેના મિત્રએ આચર્યું દુષ્કર્મ

વિશાખાપટ્ટનમ ઝોન-1ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કે શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે 17 ડિસેમ્બર, 2023ના રોજ છોકરીના જન્મદિવસની ઉજવણીના બહાને ઝારખંડનો એક પરપ્રાંતિય મજૂર તેને એક રૂમમાં લઈ ગયો હતો જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. શ્રીનિવાસ રાવે કહ્યું કે ત્યાર બાદ આરોપીના મિત્રએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ.

ત્રણ દિવસ સુધી હેવાનો સગીરાને પીંખતા રહ્યાં

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાઓને કારણે પીડિતાને માનસિક આઘાત લાગ્યો હતો અને તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે તે આત્મહત્યા માટે આરકે બીચ પર પહોંચી, ત્યારે તેને અહીં એક ફોટોગ્રાફર મળ્યો, જે બીચ પર પ્રવાસીઓના ફોટોગ્રાફ્સ લઈને પોતાની આજીવિકા કમાય છે. ફોટોગ્રાફરે યુવતી સાથે વાત કરી અને પછી તેને એક લોજમાં લઈ ગયો. ત્યા તેણે પીડિત સગીરા પર ફરી દુષ્કર્મ આચર્યું. એટલુ જ નહિ તેણે તેના 8-9 મિત્રોને ત્યાં બોલાવ્યા અને તેઓએ સગીર પર વારાફરતી દુષ્કર્મ આચરી વાસના સંતોષી.

પોલીસે જણાવ્યું કે 20, 21 અને 22 ડિસેમ્બરે ફોટોગ્રાફર અને તેના મિત્રો દ્વારા યુવતીનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. એનકેન પ્રકારે પીડિતા આ લોકોના કબ્જામાંથી ભાગવામાં સફળ થઈ હતી. પોલીસે જણાવ્યું કે ઓડિશામાં તેના માતા-પિતાએ ગુમ થયાની ફરિયાદ બાદ સગીરા મળી આવી અને 25 ડિસેમ્બરે તેને અહીં પરત લાવવામાં આવી હતી.

આ પણ વાંચો : જાણો, કોણ છે અરૂણ યોગીરાજ?

પોક્સો એક્ટ હેઠળ 11 વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો

18 અને 19 ડિસેમ્બરે પણ તેણીનું યૌન શોષણ થયું હતું કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કે શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે પોલીસે ગુમ થયેલા કેસને દુષ્કર્મ (ભારતીય દંડ સંહિતાની કલમ 376)માં રૂપાંતરિત કર્યો છે અને તેમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.