૧૬ જાન્યુઆરીના મુખ્ય સમાચાર

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

SCએ જ્ઞાનવાપી મસ્જિદના સીલ કરેલા વિસ્તારની સફાઈ કરવાનો આદેશ આપ્યો
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે પાણીની ટાંકી સાફ કરવાનો આદેશ આપ્યો છે. આ સીલબંધ વિસ્તાર છે, જ્યાં પાણીની ટાંકી અને મરેલી માછલીઓ છે. હિંદુ પક્ષે જ્ઞાનવાપી સંકુલના સીલ કરેલ વિસ્તારની સફાઈની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. જ્યારે સીતાજી શ્રી રામની દુલ્હન બનીને અયોધ્યા પહોંચ્યા

મુસાફરોએ રનવે પર ભોજન ખાધું, ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટ પર નોટિસ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને કારણ બતાવો નોટિસ જારી કરી છે. મુંબઈ એરપોર્ટના રનવે પર યાત્રીઓ ભોજન ખાતા હોવા અંગે મંત્રાલય દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે.

વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે આપી શકે છે રાજીનામું

વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે આપી શકે છે રાજીનામું. ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગાંધીનગર જવા નીકળ્યા છે. ધર્મેન્દ્રસિંહ વિધાનસભાના અધ્યક્ષને આપશે રાજીનામું, રાજીનામું આપ્યા બાદ, આજે બપોરે જ ભાજપમાં પણ જોડાઈ શકે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા. ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બાઈ પરેલ બ્રિજ પર બાઇક અને ડમ્પરની ટક્કર, 3ના મોત
મુંબઈના પરેલ બ્રિજ પર બાઇક અને ડમ્પર વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના વધુ સ્પીડ અને ઓવરટેકિંગને કારણે થઈ હતી. ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સર્વે પર આજે કોર્ટ ચુકાદો આપી શકે છે
અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોને સાંભળ્યા બાદ શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. એડવોકેટ કમિશનર દ્વારા વિવાદિત સ્થળનો સર્વે કરાવવાના મામલે આજે કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે.