SAMSUNG મોબાઈલ ફોન યુઝર્સ માટે ભારત સરકારે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. સરકારે ચેતવણી આપતા કહ્યું છે કે સેમસંગ મોબાઈલ ફોનના એન્ડ્રોઈડ વર્ઝન 11, 12, 13 અને 14માં ઘણી ખામીઓ છે, હેકર્સ તેનો ઉપયોગ કરી સરળતાથી યુઝર્સના ડેટાને એક્સેસ શકે છે.
આ પણ વાંચો : એમએસ ધોનીની જર્સી નં. 7 નિવૃત, BCCIનો મોટો નિર્ણય
ભારત સરકારે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયા (CERT-In) દ્વારા સેમસંગ મોબાઇલ ફોન વપરાશકર્તાઓ માટે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે સેમસંગ મોબાઈલ ફોનના એન્ડ્રોઈડ વર્ઝન 11, 12, 13 અને 14માં ઘણી ખામીઓ છે. હેકર્સ તેનો ઉપયોગ કરી સરળતાથી યુઝર્સના ડેટાને એક્સેસ શકે છે અથવા તેમના ડિવાઈસને હેક કરી શકે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ભારત સરકારની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ સેમસંગ પ્રોડક્ટ્સમાં સુરક્ષાની ઘણી ખામીઓ ઓળખી કાઢી છે. આ ટેક્નિકલ ખામીઓ નોંધપાત્ર જોખમો પેદા કરે છે, કારણ કે તેઓ હેકર્સને સુરક્ષા પ્રતિબંધોને બાયપાસ કરવા, સંવેદનશીલ માહિતીને ઍક્સેસ કરવા અને ટાર્ગેટ સિસ્ટમ પર ગમે તેવા કોડ એક્ઝિક્યુટ કરવાની મંજૂરી આપી શકે છે.
CERT-In અનુસાર, સેમસંગની પ્રોડક્ટ્સમાં કઈ ખામીઓ જોવા મળી?
નોક્સ ફિચર્સમાં અયોગ્ય એક્સેસ કન્ટ્રોલ
ફેસ ડિડક્શન સોફ્ટવેરમાં ઈંટેગર ઓવરફ્લો ફોલ્ટ.
AR ઇમોજી એપ્લિકેશન સાથે ઓથોરાઇજેશનની સમસ્યા.
નોક્સ સિક્યોરિટી સોફ્ટવેઅરમાં એરરનું ખોટુ હેન્ડલિંગ.
વિવિધ સિસ્ટમ કોમ્પોનેટ્સમાં મલ્ટિપલ મેમરી કરપ્શનની ખામી.
softsimd લાઇબ્રેરીમાં ખોટો ડેટા સાઇઝ વેરિફિકેશન.
સ્માર્ટ ક્લિપ એપ્લિકેશનમાં અનવેલિડટેડ યુઝર ઇનપુટ.
કોન્ટેક્ટ્સમાં કેટલાક એપ એન્ટરેક્શનને હાઈજેક કરવું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
શું છે જોખમ?
સેમસંગ પ્રોડક્ટસમાં ઓળખી કાઢવામાં આવેલી ખામીઓ ઘણી ગંભીર છે. જો હેકર આ ખામીઓ લાભ લેવામાં સક્ષમ થઈ જાય તો તે તમારા ડિવાઇસને હેક કરી શકે છે. તેમજ તમારી વ્યક્તિગત જાણકારીઓ સુધી પહોંચી શકે છે. આવો જાણીએ હેકર્સ શું શું કરી શકે.
તમારી સંપર્ક વિગતો, બેંક ખાતાની માહિતી અને પાસવર્ડ સહિત તમારો ડેટા ચોરાઈ શકે છે.
તમારુ ડિવાઇસને લોક કરી શકાય છે અને ફરી શરૂ કરી શકાય છે.
તમારુ ડિવાઇસ માલવેર અથવા અન્ય હાનિકારક સોફ્ટવેરથી સંક્રમિત થઈ શકે છે.