Jagdish, Khabri Media Gujarat :
સ્માર્ટફોનના લીધે જીવન કેટલું સરળ થઈ ગયું છે. એક નાનકડા ફોનમાં દુનિયાભરની જાણકરી આપી દેવાં આવી છે. તમને જ્યારે પણ મન થાય ત્યારે સ્માર્ટફોનને અનલોક કરી તમામ જાણકારી પળવારમાં મેળવી શકો છો. આજના સમયમાં મોબાઈલનો ઉપયોગ કેટલો સામાન્ય થઈ ગયો છે એ કહેવાની કોઈને જરૂર નથી.
આ પણ વાંચો : Cricket World Cup 2023: ઓસ્ટ્રેલિયાને પડ્યો વધુ એક ફટકો
આપણે આપણા ઘરમાં ઘણીવાર એવું સાંભળીએ છીએ કે તેનું બાળક એટલું હોશિયાર છે કે 2 વર્ષની ઉંમરમાં જ ફોનને ખોલી ગેમ રમી લે છે. અથવા તેમના બાળકો મોબાઇલ વગર જમતા પણ નથી. માતા પિતા પોતાના બાળકોના ફોન જ્ઞાન પર ગર્વ લેતા હોય છે. પરંતુ માતા પિતા માટે જાણવું જરૂરી છે કે મોબાઈલ ફોનનો ઉપયોગ તેમના બાળકોને માનસિક રીતે અશક્ત કરી મુકે છે. મોબાઈલ ફોનનો સતત ઉપયોગ માણસને શારીરિકરૂપે પણ બિમાર બનાવે છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
નાની ઉંમરે મોબાઈલના ઉપયોગને લઈ ચોંકાવનારા આંકડા સામે આવ્યાં છે. આ આંકડા અનુસાર દર દોઢ વર્ષનું બાળક 5 કલાક સુધી મોબાઈલમાં રચ્યો પચ્યો રહે છે. સેપિયન લેબ્સના રિપોર્ટ અનુસાર જે લોકોએ ખૂબ જ નાની ઉંમરમાં મોબાઈલ પર વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું હતુ તેનામાં માનસિક વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો વધું જોવા મળી છે.
આ પણ વાંચો : જાણો શું છે? વાયુ પ્રદૂષણ પર અંકુશ લગાવતી ‘સ્ક્રબર’ ટેક્નોલોજી
બાળકો માટે મોબાઇલ ફોનનું વળગણ કેટલું ખતરનાક?
આજના સમયમાં સરળતાથી બાળકોના હાથમાં પહોંચતા સ્માર્ટફોનના અનેક નુકસાનો છે.
ગુસ્સો અને ચીડિયાપણું વધવું – નાની ઉંમરમાં સ્માર્ટફોનની ટેવ બાળકોમાં ગુસ્સો અને ચીડિયાપણું વધારે છે. જો બાળકોને ફોનના વધુ ઉપયોગ કરતા રોકવામાં આવે તો તેનામાં ગુસ્સે થવાની પ્રવૃતિ વધે છે. ફોન આંચકવા સિવાય નેટવર્ક ન મળવું કે ફોનની બેટરી ખતમ થઈ જવાથી બાળકોમાં આ વિકૃતિ જોઈ શકાય છે.
ફોન પરની નિર્ભરતા વધવી – આજના સમયમાં માણસ ટેક્નોલોજી પર વધુ પડતો નિર્ભર થઈ ગયો છે. તેનો વધુ પડતો ઉપયોગ કરવાને કારણે નિર્ભરતા વધતી જ જાય છે અને ઘણીવાર ફોનની અનુપસ્થિતિમાં તે પરેશાન થઈ જાય છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
રમત ગમતમાં રૂચિ ઓછી થવી – બાળકો સ્માર્ટફોનમાં જ ગેમ રમી લે છે. જેના લીધે મેદાનમાં રમાતી રમતોમાંથી બાળકોનો રસ ઓછો થઈ ગયો છે. જેનાથી તેના શારીરિક અને માનસિક વિકાસ પર અવરોધ પેદા થયો છે.
ખોટા કામોમાં વધતી પ્રવૃતિ – હાલમાં જ પંજાબમાં એવી બે ઘટનાઓ સામે આવી હતી કે, જેમાં 16 અને 17 વર્ષના છોકરાઓએ પોતાના ઘરવાળાની જાણ બહાર PUBG મોબાઈલમાં લાખો રૂપિયા ઉડાવી દીધા હતા. આ સિવાય ઘણાં બાળકોએ બ્લુ વ્હેલ ગેમના લીધે આત્મહત્યા કરી લીધી હતી.