Hit and Run Law : આખા દેશમાં ટ્રક અને બસ ડ્રાઇવરો સડક પર ઉતર્યા છે. આ લોકો હિટ એન્ડ રન કાયદામાં કરાયેલા સુધારાને લઈ વિરોધ કરી રહ્યાં છે. શું તમે જાણો છો કે અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં હિટ એન્ડ રનને લઈ શું કાયદો છે?
આ પણ વાંચો : શું હવે વિપક્ષની વાગશે સીટી? CAA લાગુ
Hit and Run Law : ભારતમાં સૌથી વધુ હિટ એન્ડ રન (Hit and Run) ના કેસ નોંધાય છે. ભારતમાં દર વર્ષે આશરે સાડાચાર લાખ માર્ગ અકસ્માતની ઘટના સામે આવે છે. જેમાંથી દોઢ લાખ લોકોના મોત થાય છે. હિટ એન્ડ રન કેસમાં 25 થી 30 હજાર લોકો પોતાનો જીવ ગુમાવે છે.
હવે સરકારે ભારતીય ન્યાય સંહિતા (Indian Judicial Code)માં હિટ એન્ડ રન કેસને (Hit and Run Law)લઈ કડક નિયમો બનાવ્યાં છે. આ કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને બસ ડ્રાઇવર રોડ પર ઉતરી આવ્યાં છે. દિલ્હી, યુપી, બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત તમામ રાજ્યોના ડ્રાઇવરો હડતાળ (Drivers Strike) પર છે.
હિટ એન્ડ રન એટલે શું? (What is Hit and Run?)
‘હિટ એન્ડ રન’ માર્ગ અકસ્માતનો એક પ્રકાર છે. જેમાં એક ગાડી બીજી ગાડી, વસ્તુ કે વ્યક્તિ અડફેટે લીધા બાદ વાહન ચાલક પકડાવાના ભયથી તે જગ્યાએથી ફરાર થઈ જાય છે. આ કેસમાં અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘટના સ્થળે કોઈપણ મદદના પ્રયાસ વગર ભાગી જાય છે. જેમ કે તમે કોઈને ટક્કર મારી અકસ્માત સર્જી વ્યક્તિને કચડી નાખ્યો અને ઘાયલ વ્યક્તિની મદદ કર્યા વગર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. તે ગુનાહિત કેસ ગણવામાં આવે છે. આ પ્રકારની ઘટનાઓથી બચવા માટે કાયદોઓ બનાવામાં આવ્યાં છે. પરંતું હવે આ કાયદો વધુ કડક બનાવામાં આવ્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પહેલાના અને અત્યારના હિટ એન્ડ રન કાયદામાં શું અંતર છે?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ નવા ફોજદારી ન્યાય બિલને મંજૂરી આપી હતી. આ ત્રણ બિલ હવે કાયદા બની ગયા છે. ટૂંક સમયમાં આ નવા કાયદા IPCના જૂના કાયદાનું સ્થાન લેશે. તેમાંથી ભારતીય ન્યાયિક સંહિતાની એક જોગવાઈ ‘હિટ એન્ડ રન’ (Hit and Run)નો વિરોધ થઈ રહ્યો છે. અગાઉ, જૂના કાયદા મુજબ, હિટ એન્ડ રનના કિસ્સામાં, જો બેદરકારીથી વાહન ચલાવવામાં, બેદરકારીને કારણે કોઈનું મૃત્યુ થાય અથવા કોઈના જીવને જોખમમાં મૂકાય તો, કલમ 279, 304A, 338 હેઠળ કાર્યવાહી કરવામાં આવતી હતી, જેમાં મહત્તમ સજાની જોગવાઈ હતી. જુના કાયદા હેઠળ બે વર્ષની જેલની જોગવાઈ હતી. એટલું જ નહીં, આરોપીને તરત જ જામીન પણ મળી જતા હતા.
હવે, ભારતીય ન્યાય સંહિતાની કલમ 104(2) હેઠળ, હિટ એન્ડ રન કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ બેદરકારી કે બેફામ ડ્રાઈવિંગને કારણે મૃત્યુ પામે છે અને આરોપી ડ્રાઈવર પોલીસને જાણ કર્યા વિના સ્થળ પરથી ફરાર થઈ જાય છે તો તેને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. સાથે જ 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે. જો આરોપી ડ્રાઈવર અકસ્માત સ્થળ પરથી ભાગી ન જાય તો પણ તેને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આરોપી ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાંથી જામીન નહીં મળે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ભારતમાં હિટ એન્ડ રન કેસ વધાવાનું કારણ
કેન્દ્રીય પરિવહન મંત્રાલય (Union Ministry of Transport) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ડેટા પર નજર કરીએ, તો 2021ની સરખામણીમાં 2022માં હિટ એન્ડ રનના 17 ટકા વધુ કેસ નોંધાયા છે. આમાં મૃત્યુઆંક ગયા વર્ષની સરખામણીએ 17 ટકા વધુ છે. ઘાયલોની સંખ્યામાં પણ 20 ટકાનો વધારો થયો છે.
2005થી ભારતમાં દર વર્ષે લગભગ સાડા ચાર લાખ માર્ગ અકસ્માતો થઈ રહ્યા છે. ફક્ત 2020 માં, જ્યારે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારે આ આંકડો ચાર લાખની નીચે ગયો હતો. તે સમયે દેશમાં 3 લાખ 72 હજાર 181 અકસ્માતો થયા હતા, જેમાં 1,38,383 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
અમેરિકા અને જાપાન જેવા વિકસિત દેશોમાં શું છે જોગવાઇ
હિટ એન્ડ રન (Hit and Run)ની ઘટના અમેરિકા (America) અને જાપાન (Japan) જેવા વિકસિત દેશોમાં પણ બને છે. અમેરિકન લૉ ફર્મ જસ્ટિયાના એક લેખ અનુસાર, માર્ગ અકસ્માત પછી કોઈપણ સંજોગોમાં અકસ્માત સ્થળ છોડીને જવું એ અમેરિકામાં ગુનો છે. અહીં અલગ-અલગ રાજ્યોના કાયદા અલગ-અલગ છે. પોલીસને જાણ કર્યા વિના અકસ્માતનું સ્થળ છોડવાથી લાઇસન્સ રદ, જેલની સજા અને $20,000 એટલે કે 16.5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
NHTSA મુજબ, 2012 થી 2021 સુધીમાં યુએસમાં જીવલેણ હિટ-એન્ડ-રન કેસમાં 89.4 ટકાનો વધારો થયો છે. કેસ 2012માં 1469થી 89.4% વધીને 2021માં 2783 થયા. જોકે, અમેરિકામાં હિંટ એન્ડ રનના કારણે મૃત્યુની સંખ્યા ઘણી ઓછી છે. વર્ષ 2016માં સૌથી વધુ મૃત્યુઆંક 2049 હતો. જો કે, જો આપણે અહીં નાના-મોટા હિટ એન્ડ રનના તમામ કેસોને જોઈએ તો આ આંકડો ભારત કરતા ઘણો વધારે છે. દર વર્ષે સરેરાશ સાત લાખથી વધુ કેસ નોંધાય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ઠંડીથી ઠૂંઠવાયા લોકો, જાણો ક્યાં કેટલુ તાપમાન નોંધાયું
જાપાનમાં રોડ ટ્રાફિક એક્ટ મુજબ, જો કોઈ કાર ચાલક રસ્તા પર કોઈ વ્યક્તિને ટક્કર મારે છે અને તે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થાય છે અથવા મૃત્યુ પામે છે, તો આરોપીને વધુમાં વધુ 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. અથવા 1 મિલિયન યેનનો દંડ થઈ શકે છે. જો કે, જો અન્ય વ્યક્તિને ગંભીર ઈજા ન થઈ હોય તો સજામાંથી મુક્તિ મળી શકે છે. અમેરિકા, જર્મની અને ફ્રાન્સની સરખામણીએ જાપાનમાં રોડ અકસ્માતો બહુ ઓછા છે. અહીં વર્ષ 2020માં માત્ર 3416 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.
અમેરિકા, જાપાન, નોર્વે, સ્વીડન જેવા વિકસિત દેશોની સરખામણીમાં ભારત ઘણું પાછળ છે. અહીં હિંટ એન્ડ રનના કારણે મૃત્યુની સંખ્યા ઘણી વધારે છે. નિષ્ણાંતોના મતે ભારતમાં હિટ એન્ડ રનના કેસની મોટી સંખ્યાનું મુખ્ય કારણ બેદરકારી અને બેજવાબદાર વર્તન છે. મોટાભાગના લોકો રસ્તાના નિયમોનું પાલન કરતા નથી. જેમ કે સીટ બેલ્ટ પહેરવો, ઓવરસ્પીડિંગ અને નશામાં ડ્રાઇવિંગ.