Jagdish, Khabri Media Gujarat
Weather Update : ગુજરાતમાં શિયાળો શરૂ થઈ ગયો છે. ત્યારે ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડુતો માથે ચિંતાના વાદળો છવાય ગયા છે. ગુજરાતના સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા તીવ્ર માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ISISના આતંકવાદીનો મોટો ખુલાસો, ગુજરાતના બે શહેરો હતા ટાર્ગેટ પર
આ અગે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ માહિતી આપતા કહ્યું હતુ, કે આ વર્ષે ગુજરાતમાં તીવ્ર માવઠું થશે. જેમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અનુસાર આગામી 25 થી 27 તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં 2 થી 3 ઈં વરસાદ પડી શકે છે.
વારંવાર વાતાવરણમાં થઈ રહેલા બદલાવથી ખેડુતોના પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે ખેડુતોની ચિંતામાં વધારો થાય તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમના લીધે વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે. જેથી 24 નવેમ્બરથી ગુજરાત પર ગાઢ વાદળો છવાશે. રાજ્યમાં 25, 26 અને 27 નવેમ્બર દરમિયાન ભારે માવઠાની સંભાવના છે.
આ પણ વાંચો : ડીપફેક બાદ હવે ClearFakeનો તરખાટ, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભારે માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 2થી 3 ઈંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમાનથ, જુનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં 2થી3 ઈંચ વરસાદ પડી શકે છે. બીજી બાજુ મધ્ય ગુજરાત એટલે કે આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરા જિલ્લામાં પણ વધુ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદરમાં સામાન્ય વરસાદ પડશે. જ્યારે કચ્છમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ તારીખ 25થી 27 દરમિયાન છુટા છવાયા વરસાદના ઝાપટા પડી શકે છે.