Jagdish, Khabri Media Gujarat
Gujarat Weather : રાજ્યમાં શિયાળા (Shiyalo)ની શરૂઆત થતા જ ધીમે ધીમે ગુલાબી ઠંડી (Cold)ની પા પા પલગી થઈ રહી છે. ગુજરાતમાં સાંજથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવી શકાય છે. લઘુતમ તપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ છે. શિયાળુ પાક લઈ રહેલા ખેડુતો માટે જાણવું જરૂરી બની જાય છે, કે શું આ વખતે શિયાળામાં માવઠું (Rain) થશે કે કેમ? તો આવો જાણીએ આ અંગે હવામાન નિષ્ણાંતનું શું કહેવું છે.
આ પણ વાંચો : આજનું રાશિ ફળ કેવો રહેશે આપનો દિવસ
હવામાન નિષ્ણાંતે આગામી દિવાસોમાં હવામાનમાં બદલાવ અંગે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંતનું માનીએ તો શિયાળામાં કમોસમી વરસાદની શક્યતાઓ નહિવત છે. તેઓએ આગામી સમયમાં માવઠાની જાણકારી આપતા કહ્યું કે, રાજ્યમાં 21થી 25 નવેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ પડી શકે છે. સાથે જ 18 નવેમ્બરથી લઘુતમ તામપમાન નીચુ જાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : જ્યાં અન્નના ટુકડાં ત્યાં હરિ ઢુકડા – જય જલિયાણ
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ખેડૂતોને ધ્યાને લઈ જણાવ્યું હતુ કે, દિવાળી પછી શિયાળામાં ભૂરના પવનો વાતા હોવાથી પાણીમાં ખેંચ આવે છે. તેથી ખેડૂતોએ સમયસર શિયાળું વાવણી કરી લેવી જોઈએ. ધાણા, જીરુ, ઘઉં, લસણ વગેરે પાકોનું દિવાળી પછી વાવેતર કરી શકાય છે. લણણી સમયે તાપમાન વધે તે પહેલા ધાણા જીરુનું વાવેતર કરી દેવું જોઈએ જેથી ખેડૂતોના પાકને નુકસાન ન થાય. સાથે સાથે તેઓએ લાભ પાંચમના એક દિવસ અગાઉ વાવેતર કરવાની સલાહ આપી છે.