Gujarat Weather Update : અમદાવાદના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતના હવામાનમાં કોઈ બદલાવ નહિ થાય તેવી આગાહી કરી છે. બીજી બાજુ રાજ્યમાં કડકડતી ઠંડીને લીધે લોકો તાપણાં અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળ્યાં છે.
આ પણ વાંચો : કોવિડ પછી હાર્ટ એટેકના કેસ કેમ વધ્યા? વૃદ્ધ હોય કે યુવાન
Gujarat Weather Update : ગુજરાતમાં શિયાળો જામ્યો છે. ઠંડીના પગલે સડકો સવારે અને રાત્રે સડકો સુમસામ જોવા મળી રહી છે. રાજ્યમાં નલિયા 8.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠુંડુ શહેર બન્યું છે. ગુજરાતના 21 શહેરોમાં તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહ્યું છે. જેમાં અમરેલીમાં 10 ડિગ્રી, પોરબંદરમાં 11 ડિગ્રી, કેશોદમાં 11 ડિગ્રી અને બનાસકાંઠાના ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ક્યાં શહેરમાં કેટલું તાપમાન
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય તેવું જણાવ્યું છે. બુધવારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે સાથે ભુજમાં 11.8 ડિગ્રી, કંડલામાં 12.2 ડિગ્રી, અમરેલીમાં 10.4 ડિગ્રી, પોરબંદરમાં 11.2 ડિગ્રી, રાજકોટમાં 11.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.4 ડિગ્રી, મહુવા 13.1 ડિગ્રી, કેશોદ 11.0 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ દિવસો દરમિયાન કોલ્ડવેવની અસર
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની સંભાવના છે. તેમજ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં ફેરફાર થશે. ગુજરાતમાં બુધવારથી તીવ્ર ઠંડી પડવાની શરૂ થશે. હવામાન વિભાગે પણ 11થી 20 જાન્યુઆરી સુધીમાં કોલ્ડવેવનો માહોલ જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરી છે.