GT vs MI IPL 2024: IPL 2024ની 17 સિઝનમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાનાર છે. બંને ટીમોની કમાન નવા કેપ્ટન્સના હાથમાં છે.
આ પણ વાંચો – કેટલુ હશે બુલેટ ટ્રેનનું ભાડુ, ક્યા સુધીમાં થશે કાર્યરત? જાણો, રેલ મંત્રીએ શું કહ્યું?
GT vs MI IPL 2024: IPL 2024માં આજે સાંજે 7.30 વાગ્યાથી ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. બંને ટીમોએ IPL 2024 પહેલા પોતાના કેપ્ટન બદલ્યા છે. ગુજરાત ટાઇટન્સની કમાન શુભમન ગિલના હાથમાં છે. જ્યારે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. મુંબઈની ટીમ પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતી ચુકી છે. ગુજરાતે એક વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. બંને ટીમો પાસે એવા ખેલાડીઓ છે જે મેચની સ્થિતિની પલટી શકે છે. ચાલો જાણીએ કે બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ કેવો છે.
અમદાવાદની ધરતી પર બંને ટીમોનો રેકોર્ડ
બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઇટન્સ ટીમ અમદાવાદના મેદાન પર અત્યાર સુધીમાં કુલ 10 મેચ રમી છે. જેમાંથી ટીમે 6માં જીત મેળવી છે અને માત્ર ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ મુંબઈની ટીમે અમદાવાદના મેદાન પર 4 મેચ રમી છે જેમાંથી ટીમ માત્ર એક જ મેચ જીતી શકી છે. ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
IPLમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ચાર મેચ રમાઈ છે જેમાંથી બેમાં ગુજરાતની ટીમે જીત મેળવી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 2 મેચ જીતવામાં સફળ રહી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ગુજરાત ટાઇટન્સના ઘરે હાર્દિકની પરીક્ષા
હાર્દિક પંડ્યાએ છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું સુકાન સંભાળ્યું હતું અને તે પોતાના દમ પર ગુજરાત ટીમ માટે ટાઇટલ જીતવામાં સફળ સાબિત થયો હતો. તેમની કેપ્ટનશીપમાં જ ગુજરાતની ટીમ IPL 2023માં ફાઇનલમાં પહોંચી હતી. હવે તેની પાસે મુંબઈના કેપ્ટનની જવાબદારી છે. પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સના ઘરે છે. આવી સ્થિતિમાં તેની મોટી પરીક્ષા થવાની છે. મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે પ્રથમ મેચમાં રમી રહ્યો નથી. દિલશાન મદુશંકા અને જેસન બેહરેનડોર્ફ ઈજાના કારણે IPL 2024માંથી બહાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં હાર્દિકે બોલ અને બેટથી સારું પ્રદર્શન કરવું પડશે.
IPL 2024 માટે બંને ટીમોની સ્ક્વોડ
મુંબઈ ઈન્ડિયન્સ : હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, દેવલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, એન. તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વાઢેરા, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ મધવાલ, લ્યુક વૂડ, રોમારીયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, શ્રેયસ ગોપાલ, નુવાન તુષારા, અંશુલમાન , મોહમ્મદ નબી, શિવાલિક શર્મા, ક્વેના મફાકા.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશુઆ. લિટલ, મોહિત શર્મા, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ, શાહરૂખ ખાન, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સ્પેન્સર જોન્સન, સંદીપ વોરિયર, બીઆર શરથ.